બોલિવૂડના કિંગ ખાન તરીકે ખ્યાતિ ધરાવનાર શાહરૂખ ખાને પાંચ વર્ષ બાદ મોટા પડદે ‘પઠાણ’થી ધમાકેદાર કમબેક કર્યું છે. પઠાણે ન માત્ર દેશમાં પરંતુ વિશ્વભરમાં ધૂમ મચાવી છે. ત્યારે ઘણી વખત લોકો કહેતા હતા કે શાહરૂખ ખાન માટે હવે બોલિવુડમાં પહેલાની જેમ જ છવાયેલા રહેવું મુશ્કેલ છે, પરંતુ પઠાણથી શાહરુખને મોટી સફળતા મળી છે. પઠાણ ભલે ચાલી રહી હોય, પરંતુ સોમવારે શાહરૂખ ખાને ટ્વિટર પર આસ્ક એસઆરકે સેશન દરમિયાન મોટો ખુલાસો કર્યો છે.
શાહરૂખ ખાને આસ્ક એસઆરકે (ASKSRK) સેશનમાં કહ્યું હતું કે, તેઓ બોલિવૂડમાંથી ક્યારેય નિવૃતી લેશે નહીં, પરંતુ તેને કાઢી મુકવામાં આવશે. વાસ્તવમાં એક યુઝરે શાહરૂખ ખાનને પૂછ્યું કે, તમારી નિવૃત્તિ પછી બોલિવૂડમાં સૌથી મોટો કોણ હશે? જોકે યુઝરે શાહરૂખ ખાનને પણ બેસ્ટ ગણાવ્યો હતો.
આ સવાલના જવાબમાં શાહરૂખ ખાને મજેદાર રીતે મસ્તીના મૂડમાં આવી જવાબ આપ્યો હતો. જેમાં તેણે કહ્યું હતુ કે, “હું ક્યારેય એક્ટિંગમાંથી નિવૃત્તિ લઈશ નહીં. મને બોલિવૂડમાંથી કાઢી મુકવામાં આવશે અને કદાચ તે પછી પણ હું વધુ હોટ બનીને પાછો આવી જઈશ. એટલે કે હું વધુ નિખરીને પાછો આવીશ. શાહરૂખનો આ જવાબ ચાહકોને ઘણો પસંદ આવ્યો.
શાહરૂખ ખાનના એક પ્રશંસકે ટ્વીટ કર્યું કે તે દરરોજ સવારે ઉઠીને પઠાણનું કલેક્શન ચેક કરે છે, અને તે હવે તેની આદત બની ગઈ છે. શા માટે લાગે છે કે તમારી સફળતા અમારી સફળતા છે? તેની સાથે શું કરવું આના પર શાહરૂખ કહે છે, “તમારા બધાનો આભાર… પઠાણે ઘણાને ખુશીઓ આપી છે અને મને સૌથી ખુશ બનાવ્યો છે.”
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું હતું. કાર્તિક આર્યનની શહજાદા આ અઠવાડિયે રિલીઝ થઈ હતી, પરંતુ કિંગ ખાનના પઠાણ પર તેની બહુ ઓછી અસર થઈ હતી. ફિલ્મે રવિવારે પણ લગભગ 5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ ટૂંક સમયમાં 1000 કરોડના ક્લબમાં સામેલ થવા જઈ રહી છે.