KL Rahul Athiya Shetty Wedding: બોલિવૂડ અને ક્રિકેટના કોમ્બિનેશનથી બનેલા અન્ય એક કપલ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ (Athiya shetty KR rahul) ના લગ્ન ફરી ચર્ચામાં છે. છેલ્લા કેટલાય સમયથી આ કપલના લગ્ન સંબંધિત એવી અટકળો તેજ છે કે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે. આ વચ્ચે હવે તેમના લગ્નને લઇને મોટા સમાચાર મળ્યા છે. આથિયા અને ક્રિકેટર રાહુલ શેટ્ટીના આગામી તા. ૨૩મીએ યોજાનારાં લગ્નમાં બોલિવૂડ તથા ક્રિકેટ વર્લ્ડ બંને ક્ષેત્રોની સેલિબ્રિટી જોવા મળશે એવી આશાએ કેટલાય ચાહકોએ ખંડાલાની હોટલો બૂક કરાવવા માંડી છે.

બોલિવૂડમાંથી સલમાન ખાન, અક્ષય કુમાર, જેકી શ્રોફ સહિતના સ્ટાર્સ હાજર રહે તેવી સંભાવના છે. બીજી બાજુ ક્રિકેટ વિશ્વમાંથી મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને નોતરાં મોકલાયાની વિગતો પ્રાપ્ત થઇ છે. મુંબઈમાં રાહુલની બિલ્ડિંગને ડેકોરેશન કરવામાં આવ્યું છે. જોકે, સ્ટાફના દાવા અનુસાર બંનેના પરિવારજનો અત્યારથી જ ખંડાલા પહોંચવા લાગ્યાં છે.
આથિયા અને રાહુલના લગ્ન ખંડાલામાં ૨૩ તારીખના થવાના છે. 21 તારીખથી તેમના લગ્નની અન્ય વિધીઓ શરૂ થવાની છે. લગ્ન પહેલા મહેંદી, સંગીત અને પીઠીની રસ્મ થવાની છે. લગ્નમાં ફક્ત અંગત પરિવારજનો તેમજ મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આથિયા અને કેએલ રાહુલની પ્રેમ ગાથા અંગે વાત કરીએ તો મીડિયા રિપોર્ટસ અનુસાર, આથિયા અને કેએલ રાહુલની પહેલીવાર એક કોમન ફ્રેન્ડ હસ્તક મુલાકાત થઇ હતી.

જોકે ત્યારે બંનેએ એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની વાતની મીડિયાને ભનક પણ લાગવા દીધી ન હતી. જ્યારે સોશિયલ મીડિયા પર એક બીજાને બર્થડેની શુભેચ્છા કરવા લાગ્યા ત્યારે કપલ વચ્ચે રિલેનશીપ હોવાનો ખુલાસો થયો હતો.
વર્ષ 2021માં જ્યારે કેએલ રાહુલ ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ માટે રવાના થયો તો આથિયા પણ તેમની સાથે ગઇ હતી. જોકે આ વાતને લઇ બંનેએ કોઇ નિવેદન આપ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ આથિયા અને રાહુલની તસવીરોએ ચર્ચાનો વિષય બનાવી દીધો હતો. મહત્વનું છે કે, કેએલ રાહુલે વર્ષ 2021માં આથિયા સાથેના સંબંધ પર સત્તાવાર મુહર લગાવી હતી.