Athiya Shetty-KL Rahul Wedding: બોલીવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં બન્નેએ લગ્નના સાત ફેરા લીધા હતા. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
સુનીલ શેટ્ટી પોતાના પુત્ર અહાન શેટ્ટી સાથે ફોટોગ્રાફરોને મીઠાઇ વહેંચવા આવ્યા હતા. તેમણે ટિપ્પણી કરી કે કેવી રીતે તે હવે આધિકારિક રુપથી સસરા બની ગયા છે. શેર કરવામાં આવેલા એક વીડિયોમાં સુનીલ શેટ્ટી આભાર વ્યક્ત કરે છે.
અહેવાલો અનુસાર, આ ફાર્મ હાઉસમાં બંનેના લગ્નનું ફંક્શન રવિવારથી કોકટેલ પાર્ટી સાથે શરૂ થયું હતું. આ પાર્ટીમાં ફક્ત પરિવારના સભ્યો અને ખાસ મિત્રોએ જ હાજરી આપી હતી. 22 જાન્યુઆરીના રોજ બંન્નેની પીઠી અને મહેંદીનું ફંક્શન હતુ.
આ પણ વાંચો: બિપાશા બાસુએ લાડલી પુત્રીની તસવીર કરી શેર, દેવીની ક્યૂટનેસ જોઇને તમારો મૂડ બની જશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શન થશે, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સ્પોર્ટ્સ જગતથી લઈને બિઝનેસ અને પોલિટિક્સના લોકો ભાગ લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ રિસેપ્શન ખૂબ જ ભવ્ય હશે જેમાં 3 હજારથી વધુ મહેમાનોને મોકલાયું.