બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ થોડા સમય પહેલાં જ પુત્રીને જન્મ આપ્યો છે. તેઓ પ્રેગ્નેન્સી દરમિયાન પોતાની જિંદગી વિશે ફેન્સ અપડેટ આપતી રહેતી હતી. ક્યારેક તે તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની તસવીરો તો ક્યારેક તે બેબીના સ્વાગતની તૈયારીઓની ઝલક દર્શાવતા વીડિયો પોસ્ટ કરીને ચર્ચામાં રહેતી હતી.
એક્ટ્રેસની દીકરીના જન્મને બે મહિના જેટલો સમય થઇ ગયો છે, પરંતુ તેણે હજી સુધી ફેન્સને નાનકડી એન્જલનો ચહેરો બતાવ્યો નથી, પરંતુ હવે તેણે કરણ સિંહ ગ્રોવર સાથે દીકરીની સુંદર તસવીર પોસ્ટ કરી છે. તસવીરોથી સ્પષ્ટ છે કે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તેમની લાડલી સાથે તેમના જીવનની સુંદર પળો માણી રહ્યા છે.
આ તસવીરમાં જોઇ શકાય છે કે દેવી પિતા કરણના ખભા પર બેઠી છે, જોકે અહીં પણ એક્ટ્રેસે તેનો ચહેરો બતાવ્યો નથી. બિપાશાએ ફોટો સાથે આપેલા કેપ્શનમાં લખ્યું છે, ‘દેવીના પિતા.’ તમને જણાવી દઈએ કે દેવીનો જન્મ ગયા વર્ષે 12 નવેમ્બરે થયો હતો.
દેવીએ સુંદર પિંક કલરના ડ્રેસ સાથે હેરબેન્ડ પહેર્યો છે. બિપાશાએ બેબીનો ચહેરો છુપાવવા માટે હાર્ટ ઇમોજીનો ઉપયોગ કર્યો છે. 44 વર્ષની બિપાશાએ 2016માં કરણ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ શરૂઆતમાં એક્ટ્રેસના માતા-પિતા આ લગ્નની વિરુદ્ધ હતા, કારણ કે કરણ સિંહ ગ્રોવરના બે લગ્ન તૂટી ગયા હતા.
40 વર્ષીય એક્ટરે પહેલા શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા, પછી જેનિફર વિંગેટને પોતાની જીવનસાથી તરીકે પસંદ કરી હતી. બિપાશાએ આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘નિષ્ફળ લગ્નનો અર્થ એ નથી કે વ્યક્તિ ખોટો હશે.’
જણાવી દઇએ કે 12 નવેમ્બર, 2022 ના રોજ, બિપાશા અને કરણે તેમની પુત્રીનું તેમના ઘરે ખૂબ જ અનોખી રીતે સ્વાગત કર્યું. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જેમ બિપાશા અને કરણે હજુ સુધી પોતાની દીકરીનો ચહેરો કોઈને બતાવ્યો નથી. જો કે બંનેના ફેન્સ તેમની પુત્રીની એક ઝલક જોવા માટે ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, કરણ અને બિપાશા તેમની પુત્રીની પ્રથમ ઝલક ક્યારે બતાવશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.