દિગ્દર્શક રોહિત શેટ્ટીએ ‘સિંઘમ’ સીરિઝ ‘સિંબા’ (Simba) અને ‘સૂર્યવંશી’ (Sooryavanshi) થી ‘કૉપ યુનિવર્સ’માં સફળ શરૂઆત કરી છે. ત્યારે નવ વર્ષના લાંબા સમય બાદ અજય દેવગણ (Ajay devgan) ની ‘સિંઘમ’ ફ્રેન્ચાઇજીની ત્રીજી ફિલ્મ ‘સિંઘમ અગેન’ (Singham again) નું કામ શરૂ કરવાના છે. મહત્વનું છે કે, ‘સિંધમ’માં અજય દેવગણએ ખલીબલી મચાવી દીધી હતી.
આ ફિલ્મ થકી અજય દેવગણનો એક અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમજ અભિનેતાને એક ઓળખ પ્રદાન કરી હતી. ખાસ કરીને આ ફિલ્મનો એક સંવાદ લોકોના મુખ પર વારંવાર ફરતો થઇ ગયો હતો.
આ પણ વાંચો: અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ‘કુત્તે’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ, લોકો હવે ‘પઠાણ’ની રાહે
સિંધમનો ‘આતા માજી સટકલી’ સંવાદ ખુબ ફેમસ થયો હતો. તેમજ અજય દેવગણ અને શ્રુતિ હસનની અદભૂત એક્ટિંગ લોકોને ખુબ પસંદ આવી હતી. મળતી માહિતી અનુસાર, આ મૂવીમાં અજય દેવગણ સાથે ‘સૂર્યવંશી’ અક્ષય કુમાર નહીં પણ ‘સિંબા’ રણવીર સિંહ હશે.ફિલ્મનું શૂટિંગ એપ્રિલ મહિનામાં શરૂ થઇ જશે અને તેની રજૂઆત વર્ષ 2024માં કરવામાં આવશે.
આ પણ વાંચો: નોરા ફતેહી પર સુકેશ ચંદ્રશેખરે લગાવ્યા ગંભીર આરોપ, ‘તે જેકલીનથી જેલસ હતી’…
મહત્વનું છે કે, સર્જક રોહિત શેટ્ટી પોતાની પહેલી કૉપ ડ્રામાં વેબ સીરિઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’થી પોતાના આ ગમતાં યુનિવર્સમાં વાપસી કરી રહ્યાં છે. રોહિત શેટ્ટી દીપિકા પાદુકોણને લઇને ‘ફીમેલ કૉપ’ ફ્રેન્ચાઇસી પણ કરશે.