Athiya Shetty Wedding Lehenga: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન ગઇકાલે (23 જાન્યુઆરી) સુનીલ શેટ્ટીના ખંડાલાવાલા બંગલા સ્થિત યોજાયા હતા. નવદંપતી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે સાંજે 4 વાગ્યા આસપાસ કૃષ્ણ ભજન સાથે સાત ફેરા ફર્યા હતા. હવે આ નવયુગલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં આથિયા દુલ્હનના રૂપમાં ખુબ જ સુંદર લાગી રહી છે. આથિયાએ લાઇટ પિંક રંગનો લહેંગો પહેર્યો હતો.
મળતી માહિતી અનુસાર, આથિયા શેટ્ટીના લહેંગાને અનામિકા ખન્નાએ ડિઝાઇન કર્યો હતો. આ લહેંગાને તૈયાર કરવા માટે લગભગ 10 હજાર કલાક એટલે કે 416 દિવસનો સમય લાગ્યો હતો. ડિઝાઇનર અનામિકાએ આથિયા શેટ્ટીના લહેંગા માટે ખુબ જ જીણવટપૂર્વક કામ કર્યું હતું. ત્યારે ખાસ વાત એ છે કે, આથિયાના લહેંગાને હાથથી બનાવવામાં આવ્યો હતો. લહેંગાને જરદોશીના વર્કથી શણગારવામાં આવ્યો છે. તેમજ દુપટ્ટો સિલ્ક ઓર્ગેજાથી તૈયાર કરવામાં આવ્યો છે.

ડિઝાઇનર અનામિકા ખન્નાએ જણાવ્યું હતું કે, આથિયા શેટ્ટી આરામદાયક કપડા પહેરવાનું પસંદ કરે છે. જેને પગલે તેના લહેંગામાં કૈનકૈન લગાવવામાં આવ્યું નથી. કેએલ રાહુલે પણ આથિયા શેટ્ટીના લહેંગાને મેંચિંગ શેરવાની પહેંરી હતી. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. જેમાંથી એક તસવીરમાં કેએલ રાહુલ આથિયાના માથે વ્હાલ કરે છે. આ તસવીર ચાહકોને ખુબ પસંદ આવી છે.
જણાવી દઈએ કે ક્રિકેટર કેએલ રાહુલ અને સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. ક્રિકેટર કેએલ રાહુલએ પોતાના લગ્ન માટે હાલમાં જ બીસીઆઈ પાસે રજા માંગી હતી. ખંડાલામાં સ્થિત સુનિલ શેટ્ટીના ફાર્મહાઉસમાં ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન થયા હતા. છેલ્લા ઘણા સમયથી આ ફાર્મ હાઉસ પર લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.

કેએલને મળતા પહેલા આથિયા એક અમેરિકન રેપરને ડેટ કરી રહી હતી. ત્યારે બન્નેના બ્રેક અપ થયા બાદ આથિયાની લાઈફમાં કેએલની એન્ટ્રી થઈ હતી. બન્નેએ એક એડ કૈમ્પસમાં સાથે કામ પણ કર્યુ છે. તેમજ ફ્રેંચની લક્ઝરી આઈવિયરના બ્રાંડ એમ્બેસેડર પણ છે. જે બાદ કેએલના કમરમાં વાગતા તેની સર્જરી કરવાની હતી જે માટે ક્રિકેટર જર્મની ગયો હતો. ત્યારે આથિયા પણ તેની સાથે જર્મની ગઈ હતી.

જે બાદ બન્ને એકબીજાની નજીક આવતા ગયા અને દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. જે દરમિયાન 18 એપ્રિલ 2020 ના રોજ, આથિયાએ કેએલ રાહુલને તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા. આથિયાએ બંનેની સુંદર તસવીર સાથે લખ્યું- હેપ્પી બર્થડે માય પર્સન.
આ પણ વાંચો: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ કૃષણ ભજન સાથે લગ્નગ્રંથિથી જોડાયા, સુનીલ શેટ્ટીએ કહ્યું…
સંબંધોની અફવાઓ વચ્ચે, રાહુલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા 5 નવેમ્બર 2021 ના રોજ આથિયાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેણે રોમેન્ટિક તસવીર સાથે લખ્યું, હેપ્પી બર્થડે માય લવ. સત્તાવાર દસ્તાવેજમાં અથિયાને ભાગીદાર બનાવીને સંબંધની પુષ્ટિ કરવામાં આવી હતી. જે સમયે આથિયા શેટ્ટી પણ કેએલ રાહુલ સાથે ઈંગ્લેન્ડ ગઈ હતી જે 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફિનાલે રમવા ગઈ હતી.