Athiya shetty-KL Rahul Marriage photo: ભારતીય ક્રકેટર રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. ગઇકાલે (23 જાન્યુઆરી) કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન તમામ વિધી સાથે થયા હતા. બંનેએ સાંજે 4.12 વાગ્યે ફેરા લીધા હતા. કપલે કૃષ્ણ ભજન ‘અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ’ સાથે સપ્તપદીના વચન લીધા હતા. વિધિ સંપન્ન થયા બાદ સુનીલ શેટ્ટી અને અહાન શેટ્ટી મીડિયા અને તેમના તમામ પ્રશંકોનો આભાર વ્યક્ત કરવા માટે બહાર આવ્યા હતા. જેનો વીડિયો બુલેટ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, “રાહુલનો સસરો નહીં પિતા બનીને રહેવા માંગુ છુ. આ મારી ખાસિયત છે અને આ જ કરી શકું”
બીજી તરફ કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે.મબધા વચ્ચે સૌ કોઈ આ નવદંપતિને જોવા માટે આતુર છે. તે બધા વચ્ચે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની પ્રથમ ઝલક સામે આવી છે. આથિયા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસ્વીરો શેયર કરી છે. આ ફોટોમાં આ નવદંપતિ ખુબ સુંદર રીતે તૈયાર થયેલું જોવા મળી રહ્યું છે.

કે.એલ.રાહુલનો પરિવાર અને સુનીલ શેટ્ટીના પરિવાર સિવાય જો બહારના મિત્રોની વાત કરીએ તો રાહુલના ક્રિકેટર મિત્ર ઈશાંત શર્મા અને વરૂણ એરોન હાજર હતા ત્યારે બીજી બાજુ આથિયા શેટ્ટી સાથે કૃષ્ણા શ્રોફ અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર અને ડાયના પેન્ટી હાજર હતા.

ભારતીય ટીમના અનેક સ્ટાર ન્યૂઝીલેન્ડ સામે મેચ હોવાના કારણે લગ્નમાં પહોંચી શક્યા નથી. અજય દેવગણે આ પ્રસંગે સોશિયલ મીડિયા પર સુનીલ શેટ્ટી અને તેમની પત્ની મોના શેટ્ટીને પુત્રીના લગ્નની શુભેચ્છાઓ પાઠવી છે.
જણાવી દઈએ કે ક્રિકેટર કેએલ રાહુલ અને સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. ક્રિકેટર કેએલ રાહુલએ પોતાના લગ્ન માટે હાલમાં જ બીસીઆઈ પાસે રજા માંગી હતી. ખંડાલામાં સ્થિત સુનિલ શેટ્ટીના ફાર્મહાઉસમાં ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન થયા હતા. છેલ્લા ઘણા સમયથી આ ફાર્મ હાઉસ પર લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.

કેએલને મળતા પહેલા આથિયા એક અમેરિકન રેપરને ડેટ કરી રહી હતી. ત્યારે બન્નેના બ્રેક અપ થયા બાદ આથિયાની લાઈફમાં કેએલની એન્ટ્રી થઈ હતી. બન્નેએ એક એડ કૈમ્પસમાં સાથે કામ પણ કર્યુ છે. તેમજ ફ્રેંચની લક્ઝરી આઈવિયરના બ્રાંડ એમ્બેસેડર પણ છે. જે બાદ કેએલના કમરમાં વાગતા તેની સર્જરી કરવાની હતી જે માટે ક્રિકેટર જર્મની ગયો હતો. ત્યારે આથિયા પણ તેની સાથે જર્મની ગઈ હતી.
જે બાદ બન્ને એકબીજાની નજીક આવતા ગયા અને દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. જે દરમિયાન 18 એપ્રિલ 2020 ના રોજ, આથિયાએ કેએલ રાહુલને તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા. આથિયાએ બંનેની સુંદર તસવીર સાથે લખ્યું- હેપ્પી બર્થડે માય પર્સન.
આ પણ વાંચો: બિપાશા બાસુએ લાડલી પુત્રીની તસવીર કરી શેર, દેવીની ક્યૂટનેસ જોઇને તમારો મૂડ બની જશે
સંબંધોની અફવાઓ વચ્ચે, રાહુલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા 5 નવેમ્બર 2021 ના રોજ આથિયાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેણે રોમેન્ટિક તસવીર સાથે લખ્યું, હેપ્પી બર્થડે માય લવ. સત્તાવાર દસ્તાવેજમાં અથિયાને ભાગીદાર બનાવીને સંબંધની પુષ્ટિ કરવામાં આવી હતી. જે સમયે આથિયા શેટ્ટી પણ કેએલ રાહુલ સાથે ઈંગ્લેન્ડ ગઈ હતી જે 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફિનાલે રમવા ગઈ હતી.