લેક્મે ફેશન વીકમાં બોલિવૂડ સ્ટાર્સ હંમેશા પોતાની ફેશન સેન્સથી ચાહકોને પ્રભાવિત કરે છે. આ વર્ષે પણ ઘણા સ્ટાર્સે શોમાં પોતાના લુક્સથી ચાહકોના દિલ જીતી લીધા હતા અને તેમની તસવીરો વાયરલ થઈ હતી. જો કે અભિનેત્રી આથિયા શેટ્ટીના રેમ્પ વોકથી ચાહકો નારાજ થયા હતા. આથિયાએ જાંમુ રંગના ચમકદાર પોશામાં રેમ્પ વોક કર્યું હતું.આ પછી સોશિયલ મીડિયા યૂઝર્સે આથિયાને ટ્રોલ કરવાનું શરૂ કરી હતી અને તેના અભિનયના કૌશલ્ય પર બીભત્સ ટીકા પણ કરી હતી.
ડિઝાઇનર નમ્રતા જોશીપુરાના શોસ્ટોપર તરીકે આથિયાએ શો બંધ કર્યો. અભિનેત્રીએ જાંબુડિયા રંગનો સિક્વિન જમ્પસૂટ પહેર્યો હતો જેમાં પ્લંગિંગ વી-નેકલાઇન હતી. લેક્મે ફેશન વીકના ત્રીજા દિવસે આથિયા, તાપસી પન્નુ, રશ્મિકા મંદન્ના અને પરિણીતી ચોપરા ફેશન ઇવેન્ટમાં શોસ્ટોપર્સ બની હતી. ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા પછી આથિયા શેટ્ટીનો આ પ્રથમ દેખાવ હતો.
આથિયા શેટ્ટીના રેમ્પ વોક અંગે એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, ફની ઝટકા. તો અન્ય યુઝરે કોમેન્ટ કરી છે કે, હરતી ફરતી બુર્જ ખલીફા. જ્યારે અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપી કે, આ સાઇકલની સીટને કોણે રેમ્પ પર ખુલ્લી છોડી દીધી છે?
રેમ્પ પર ચાલતા અથિયાનો વીડિયો શેર કરતા કેએલ રાહુલે ગુલાબી હાર્ટ ઇમોજી છોડીને તેની પત્નીને ટેગ કરી. આથિયાએ તેની સ્ટોરી પર કેએલ રાહુલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી અને તેનો આભાર વ્યક્ત કર્યો અને લખ્યું હતું કે, લવ યૂ.
આ પણ વાંચો: આમિર ખાનના સંઘર્ષની ગાથા! એક સમયે પોતે ઓટોમાં જઇને ફિલ્મના પોસ્ટર ચોંટાડતા હતા
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ (Athiya shetty and kl rahul) 23 જાન્યુઆરીના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલામાં આ સ્ટાર જોડીના ભવ્ય લગ્ન થયા હતા. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન (Athiya shetty KL Rahul Wedding) માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બહુ ઓછા સ્ટાર્સ આવ્યા હતા.