આખરે અતીક અહેમદનો અંત થયો છે. ગઇકાલે રાત્રે ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ પ્રયાગરાજમાં પોલીસ બંદોબસ્ત વચ્ચ ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં. તમામ હત્યારાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ પછી સમગ્ર મામલે વિપક્ષ સહિત બોલિવૂડ પણ સરકાર પર નિશાન તાકી રહ્યું છે. ત્યારે અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ સરકાર પર પ્રહારો કર્યા છે અને હત્યાની નિંદા કરી છે.
સ્વરા ભાસ્કરે આ મામલે ટ્વિટ કરીને લખ્યું છે કે, એકસ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ અથવા એન્કાઉન્ટર એ કોઇ સેલિબ્રેશન કરવા જેવી બાબત નથી. તે સંકેત આપે છે કે, રાજ્ય નિયમ વિરુદ્ધ કામ કરી રહ્યું છે. તે સંકેત આપે છે કે રાજ્યની એજન્સીઓની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે, કારણ કે તેઓ ગુનેગારોની જેમ કામ કરી રહી છે અથવા તેમને સક્ષમ બનાવી રહી છે. આ મજબૂત શાસન નથી, આ અરાજકતા છે.
ઉલ્લેખનીય છે કે, ઉમેશ પાલ હત્યાકાંડમાં પહેલું એન્કાઉન્ટર 27 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં અરબાજનું કરવામાં આવ્યું હતું. આ પછી 6 માર્ચના રોજ પ્રયાગરાજમાં જ ઉસ્માન પોલિસ એન્કાઉન્ટમાં માર્યો ગયો. ત્યારબાદ પોલીસે અસદ અને ગુલામને 13 એપ્રિલના રોજ ઝાંસીમાં પતાવી દીધા હતાં.
અતીકના અન્ય સહયોગી ગુડ્ડૂ મુસ્લિમ, અરમાન અને સાબિર હજુ ફરાર છે. આ તમામ પર 5 લાખની ઇનામી રકમની ઘોષણા કરવામાં આવી છે.