Avatar: The Way Of Water Box office collection: વર્ષ 2009માં 13 વર્ષની લાંબી રાહ જોયા બાદ હોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘અવતાર’નો પાર્ટ 2 રિલીઝ થયો છે. રિલીઝના પહેલા જ દિવસે ‘અવતાર ધ વે ઓફ વોટર’એ સાબિત કરી દીધું હતું કે પાર્ટ વનની જેમ આ ફિલ્મ પણ કમાણીના મામલે નવા રેકોર્ડ્સ હાંસિલ કરશે. હોલિવૂડ ડાયરેક્ટર જેમ્સ કેમરોનની ‘અવતાર 2’ એ ઓપનિંગ ડે પર ભારતમાં 40 કરોડથી વધુની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ જબરદસ્ત ઓપનિંગની સાથે જ ‘અવતાર ધ વે ઓફ વોટર’ એ પોતાના નામે એક વિશેષ સિદ્ધિ મેળવી છે.
અવતાર 2 હવે ભારતમાં સૌથી વઝુ કમાણી કરનાર હોલીવુડની ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મે 454 કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી એવન્જર્સ એંડગેમને પાછળ છોડી દીધો છે. મહત્વનું છે કે, એવન્જર્સ એંડગેમએ 438 કરોડનો વેપાર કર્યો હતો. અવતાર 2ની નેટ કમાણી 373.25 કરોડ રૂપિયા થઇ ગઇ છે, જ્યારે એવન્જર્સ એંડગેમની નેટ કમાણી 372.22 કરોડ રૂપિયા હતી.
આ ફિલ્મ અંગે વાત કરીએ તો અવતાર: ધ વે ઓફ વોટર એક કાલ્પનિત ગ્રહ પૈંડોરાની કહાની છે. જેમાં જેક સલી નાવી બની જાય છે, કબીલાની રાજકુમારી સાથે લગ્ન કરી ઘર સંસાર માંડે છે થતા તેમના સંતાનનો જન્મ થાય છે. આ દરમિયાન તેના પર બીજી વખત ઘાતકી હુમલો કરવામાં આવે છે. ત્યારે જેક તેના પરિવારને બચાવવા માટે જે પ્રત્યત્નો હાથ ધરે છે તેના આ કહાની ફિલ્મમાં દર્શાવવામાં આવે છે.
જેમ્સ કૈમરૂનની ફિલ્મ અવતાર 2 ભારતમાં અંગ્રેજી, હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ સહિત મલયાલમ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. આ તમામ ભાષાઓમાં આ ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું છે.
ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મોની વાત કરીએ તો નંબર 1 પર વર્ષ 2022માં રિલીઝ થનારી અવતાર 2 છે, બીજી ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થયેલી એવેંજર્સ: એંડગેમ બીજા નંબર પર છે, તો 2018માં રિલીઝ થયેલી ફિલ્મ એવેંજર્સ: ઇનફિનિટી વોર ત્રીજા સ્થાન પર આવે છે. આ બાદ ચૌથા નંબર પર વર્ષ 2021માં આવેલી ફિલ્મ સ્પાઇડરમેન: નો વે હોમ આવે છે, પાંચમા નંબર પર 2016ની ફિલ્મ ધ જંગલ બુક છે.