Farhan Akhtar Birthday: બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર (Farhan Akhtar) એક ફેમસ સિંગર અને દિગ્દર્શક પણ છે. ફરહાન અખ્તર આજે (9 જાન્યુઆરી) ના રોજ પોતાનો 49મો બર્થડે (Farhan Akhtar Birthday) સેલિબ્રેટ કરી રહ્યો છે. ફરહાન અખ્તરના માતા-પિતા હની ઇરાની અને જાવેદ અખ્તર બંને સ્ક્રીન રાઇટર છે. ફરહાન અખ્તર તેમની દમદાર એક્ટિંગ સિવાય તેના અંગત જીવનને લઇને પણ અવાર નવાર ચર્ચામાં આવે છે.
તમને જણાવી દઇએ કે, ફરહાન અખ્તરે વર્ષ 2000માં 11 વર્ષ મોટી હેયર આર્ટિસ્ટ અધુના સંગ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 17 વર્ષ બાદ બંને અલગ થઇ ગયા. જો કે, લગ્ન જીવન સાથે જોડાયેલા સમયે ફરહાન અખ્તરનું નામ વિવિઘ એકટ્રેસ સાથે ઉછળ્યું હતું.
વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘રોક ઓન 2’ના શૂટિંગ દરમિયાન ફરહાન અખ્તર અને શ્રદ્ધા કપૂર વચ્ચે નિકટતા આવી હોવાના સમાચાર છે. બંને એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન પણ કરવા માંગતા હતા. પરંતુ શક્તિ કપૂરને આ લગ્ન મંજૂર ન હતા. રિપોર્ટસ અનુસાર, શક્તિ કપૂર અને એક્ટ્રેસની માસી પદ્મિની કોલ્હાપુરીથી શ્ર્દ્ધા કપૂરને ફરહાનના ઘરેથી ગુસ્સામાં આગબબુલા થઇ અને ખેંચીને પોતાના ઘરે પરત લાવ્યા હતા. સમગ્ર માહિતી ફરહાન ખાનના પાડોશીઓ હોવાની બાતમી છે. જો કે, શક્તિ કપૂરે આ વાતને એકદમ નકારી કાઢી છે.
ફરહાન અખ્તર એક્ટ્રેસ અદિતિ રાવ સાથે પણ પોતાના રિલેશનેને લઇને ચર્ચામાં આવ્યા છે. અદિતિ રાવ ફિલ્મ વજીરમાં ફરહાન અખ્તર સાથે નજર આવી હતી. આ ફિલ્મમાં અદિતિએ ફરહાનની પત્નીની ભૂમિકા નિભાવી હતી. મળતી માહિતી અનુસાર, આ ફિલ્મની શૂટિંગ સમયે જ ફરહાન અખ્ટર ડિવોર્સ થયા હતા. કપલની બે દીકરી પણ છે. જેની કસ્ટડી અધનાને મળી છે.
આ પણ વાંચો: Urfi javed controversy: ઉર્ફી જાવેદ વિવાદ! શું છે ભારતમાં અશ્લીલતા કાયદો?
ફરહાન અખ્તરે અધુના સાથે તેના ડિવોર્સ થયાના 1 વર્ષ બાદ જ શિબાની દાંડેકર સાથેના તેના સંબંધની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી. ફરહાન અખ્તરની શિબાની સાથે મુલાકાત વર્ષ 2015માં શો ‘આઇકોન કૈન ડૂ દૈટ’માં થઇ હતી. આ બાદ કપલ વર્ષ 2018માં બોલિવૂડ પાવર કપલ રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણના લગ્નમાં નજર આવ્યા હતા. આ કપલે વર્ષો સુધી એક બીજાને ડેટ કર્યા બાદ ફેબ્રુઆરી 2022માં લગ્ન કર્યા હતા.