ભાજપના એક નેતાએ અંગ પ્રદર્શન કરતા વસ્ત્રો ધારણ કરી મુંબઇના માર્ગો પર ધૂમવા મામલે ઉર્ફી જાવેદ (Urfi javed) વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. જેના એક સપ્તાહ બાદ એનસીપી (NCP) નેતા સુપ્રિયા સુલેએ શનિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ને વિનંતી કરી કે તેઓ રાજ્યમાં મહિલાઓને નિશાન બનાવવાથી ભાજપને અટકાવે. ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ અવારનવાર અતંરગી લુક સાથે પોતાના શરીરનું પ્રદર્શન કરતી જોવા મળતી હોય છે.
NCP નેતા સુપ્રિયા સુલેએ સમગ્ર મામલે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘અમે પ્રગતિશીલ મહારાષ્ટ્રના રહેવાસી છીએ’. કોઇ પાસે મહિલાઓને નિશાન બનાવવાનો અધિકાર છે? એક પરંપરાગત રાજ્ય અને વ્યક્તિને આ પ્રકારની વાતો કરવી શોભ નથી આપતી. હું દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરું છું કે, તેઆ આ મામલે હસ્તક્ષેપ કરે અને રાજ્યમાં મહિલાઓ વિરૂદ્ધ આ પ્રકારની કુપ્રથા અને ગતિવિધિઓને તુરંત બંઘ કરે.
મહત્વનું છે કે, બીજેપી (BJP) ની મહિલા વિંગની પ્રમુખ ચિત્રા વાઘ દ્વારા આ મહિનાની શરૂઆતમાં ઉર્ફી જાવેદ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં ઉલ્લેખ છે કે, કોઇએ વિચાર્યું પણ ન હતું કે ભારતના સંવિધાનમાં આપેલી સ્વતંત્રતાનો આ પ્રકારે દુરઉપયોગ તેમજ પ્રગટ થશે. જો તે તેનું અંગ પ્રદર્શન કરવા ઇચ્છે છે તો ચાર દિવાલની વચ્ચે કરવું જોઇએ, અભિનેત્રીને નહીં ખ્યાલ કે તેની આ પ્રકારની ગતિવિધિઓથી તે સમાજના વિકૃત વલણને ઉત્તેજન આપી રહી છે”.
આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાએ લોસ એન્જેલસવાળા ઘર પર ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’નું સ્ક્રીનિંગ રાખ્યું
બીજેપી લિડર પ્રમુખ ચિત્રા પહેલા એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે પણ ઉર્ફી જાવેદ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના ટ્વીટમાં દેશમુખે કહ્યું હતું કે, અભિનેત્રી ઉર્ફી જાવેદ સાવર્જનિક રૂપે જે કરી રહી છે તે IPCની કલમ 294 હેઠળ અશ્લીલતા નથી તો શું છે? આવો જાણીએ શું છે ભારતમાં અશ્લીલતા કાયદો અને આ કાયદા હેઠળ કોઇ વ્યક્તિ વિરૂદ્ધ ક્યારે ફરિયાદ દાખલ કરી શકીએ છીએ, કોર્ટ કોને અશ્લીલતા કહે છે?
શું છે ભારતમાં અશ્લીલતા કાયદો?
ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ કલમ 292, 293 તેમજ 294 અશ્લીલતા માટેનો કાયદો છે. કલમ 292ની વાત કરીએ તો તેમાં અશ્લીલતા શું છે તેની અસ્પષ્ટ વ્યાખ્યા મળી શકે છે. જેના મતે જો તે લંપટ અથવા દૈહિક હિતને અપીલ કરતી હોય અથવા જો તે વ્યક્તિને ભ્રષ્ટ કરવા તરફ લઇ જતી હોય તો તે અશ્લીલતા કહી શકાય છે. આ કલમ કોઇપણ પ્રકારના અશ્લીલ બેનર, પુસ્તર, કાગળ, પેઇન્ટિંગ વગેરે જેવી સામગ્રીનું વેંચાણ કે પ્રકાશન પર રોક લગાવે છે.
કલમ 293 હેઠળ સજા
કલમ 293 અનુસાર વર્ષથી ઓછી વયના વ્યક્તિઓના સમૂહ દ્વારા અશ્લીલ વસ્તુઓનું વેંચાણ કે વિતરણને ગુનાહિત છે. જો કે આ ગુના બદલ વ્યકિતને પહેલી વખત વધુમાં વધુ ત્રણ વર્ષની સજા અને 2 હજાર રૂપિયાનો દંડ ફટકારાય છે. જ્યારે બીજી વખત વ્યક્તિને સાત વર્ષની સજા સાથે 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.
શું કહે છે કલમ 294?
કલમ 294ની વાત કરીએ તો આ કલમ અનુસાર સાર્વજનિક સ્થળો પર અશ્લીલ હરકતો અને ગીત ગાવા પર પ્રતિબંધ લગાવે છે. જો કોઇ આ કાયદાનો ઉલ્લંઘન કરે છે તો આરોપીને મહતમ ત્રણ મહિનાની સજા તથા દંડ ફટકારવામાં આવે છે. મહત્વનું છે કે, ડિજિટલ યુગના આગમન સાથે ઇન્ટરનેટ પર અશ્લીલલતાનું પ્રમાણ વ્યાપકપણે વધ્યું છે. આવામાં આ માટે પણ એક કાયદો ઘડવામાં આવ્યો છે. પ્રસારણ પ્રૌધોગિકી અઘિનિયમ કલમ 67 અનુસાર, ઇલેકટ્રોનિક ઉપકરણ પર અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરનાર વ્યક્તિ પણ સજાનો હકદાર બનશે.
બંધારણમાં આ કાયદાની કોઇ સ્પષ્ટ પરિભાષા ન હોવાને કારણે ભારતીય અદાલતોના મતે જે અશ્લીલતા માનવામાં આવે છે, તેમાં થોડાક વર્ષોથી પરિવર્તન આવ્યું છે, જે વિકસિત થયું છે. વર્ષ 2014 સુધી ન્યાયતંત્ર દ્વારા હિકલિન ટેસ્ટનો તે નક્કી કરવા માટે થતો કે તે અશ્લીલ છે કે નહીં.
હિકલિન પરિક્ષણ રેજિના બનામ હિકલિન (1868) મામલા બાદ અંગ્રેજી કાયદામાં સ્થાપિત કરાયો હતો. આ કાયદા મુજબ કોઇ પ્રવૃતિ કે કાર્યને અશ્લીલ ત્યારે ગણી શકાય છે જ્યારે તેમનું મન આવા પ્રભાવો માટે ખુલ્લા હોય તેમને બદનામ અને ભ્રષ્ટ” કરે છે.