Complaint Against Pathan Movie: બૉલીવુડ એક્ટર શાકરૂખ ખાન એન દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ પઠાણ’ રિલીઝ થયા પહેલા વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મના એક ગીત જેની લિરિક્સમાં ” બેશરમ રંગ..” થોડા દિવસ પહેલાજ રિલીઝ થયું હતું. રિલીઝ થતાંજ આ ગીતને લઈને આખા દેશમાં વિરોધ શરૂ થઇ ગયો છે. આ ગીતમાં દીપિકા પાદુકોણએ ભગવા રંગની બિકીની પહેરી છે જેના લીધે આ મામલો વધારે વિવાદોમાં ફસાઈ રહ્યો છે. શનિવારે ( 17 ડિસેમ્બર) એ ” બેશરમ રંગ” (Besharam Rang Song Controversy) માં દીપિકા પાદુકોણએ ભગવો ડ્રેસ પહેર્યો છે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. આ ફરિયાદ મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશન પર દાખલ થઇ છે.
ફરિયાદ બાદ FIR દાખલ કરવાની માંગ:
ફરિયાદીએ ફરિયાદ દાખલ કરીને ” પઠાણ” ફિલ્મના નિર્માતા, નિર્દેશક, અભિનેતા અને અભિનેત્રી વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી છે. જો કે હજુ સુધી સાકીનાકા પોલીસએ કોઈ એફઆઈઆર દાખલ કરી નથી. બેશરમ રંગ વાળા ગીતને લઈને ઘણા લોકોએ ભગવા કલરની બિકિનીને લઈને સવાલ ઉઠાયા છે. આ ફિલ્મના બોયકોટ કરવાનું એલાન કરાયું છે. બીજેપીએ ચિંતા વ્યક્ત કરવા કહ્યું હતું કે ગીતને રીશૂટ કરવા અને અશ્લીલ સીન્સ હટાવાની માંગ કરી છે. વધતા વિવાદમાં, વિશ્વ હિન્દૂ પરિષદના પદાધિકારીએ કહ્યુ કે જો આ ગીત માટે શાહરૂખ માફી નહિ માંગે તો તેમની ફિલ્મ રીલિઝ થવા દઈશું નહિ.
વીરજી શિવાજી ગ્રુપ અને હિન્દૂ સેનાએ આપી ધમકી:
પઠાણ ફિલ્મનું “બેશરમ રંગ” ગીત રીલિઝ થતા આખા દેશમાં વિરોધ થઇ રહ્યો છે. આ ગીત રિલીઝ થયા પછી હિન્દૂ સેના અને વીર શિવાજી ગ્રુપએ થીએટરમાં રિલીઝ પર બેન કરવાની માંગ કરી છે અને થિયેટરના માલિકોને ધમકી પણ આપી છે. અને ઘણા લોકોએ દીપિકા પાદુકોણ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાયના ફેક પાસપોર્ટ સાથે ત્રણ નાઇજીરીયન પોલીસના સંકજામાં, નિવૃત કર્નલ પાસેથી કરોડોની ઠગાઇ
સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે જોરદાર વિરોધ :
પઠાણ ફિલ્મના ગીતને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સએ પણ ભારે વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર ” પઠાણ” ફિલ્મને બોયકોટ કરવાની વાત થઇ રહી છે. અને બેન કરવાની માંગ પર થઇ છે. કેટલાક સંગઠનોએ તો ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરી છે. જ્યાં એક બાજુ શાહરુખ ખાનના પૂતળા સળગાવાઈ રહ્યા છે. તો બીજી તરફ વીર શિવાજી ગ્રુપ અને હિન્દૂ સેનાએ ફિલ્મ મેકર્સ અને થીએટરના માલિકોને ઘમકી આપી છે.