/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/Last-Film-Show.jpg)
ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો (Photo: PR Handout)
Bhavin Rabari Wins IPA Awards: ડિરેક્ટર પાન નલિનની ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શો' (છેલ્લો શો)ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મને વધુ એક સફળતા મળી. આ ફિલ્મને 27માં સેટેલાઈટ એવોર્ડ્સમાં ઈન્ટરનેશનલ પ્રેસ એકેડેમી (IPA) 'બેસ્ટ બ્રેકથ્રુ પરફોર્મ એવોર્ડ મળ્યો છે. આ સાથે જ ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારો સૌથી યુવા વયનો એક્ટર બની ગયો છે. આ એવોર્ડ જીતવાની સાથે જ ભાવિન રબારી એડવર્ડ નોર્ટન, નિકોલ કિડમેન, ચાર્લિઝ થેરોન, રસેલ ક્રો અને હેલ બેરી જેવા દિગ્ગજ અભિનેતાની યાદીમાં સામેલ થઈ ગયો છે જેઓ આ એવોર્ડ જીતી ચૂક્યા છે.
લાસ્ટ ફિલ્મ શો એ 21 વર્ષમાં પ્રથમ ભારતીય ફિલ્મ છે જેને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત જીત પર પોતાની ભાવના વ્યક્ત કરતા નિર્દેશકે અને લેખક પાન નલિને કહ્યું કે ફિલ્મ અને ભાવિનને જે પ્રેમ મળી રહ્યો છે તે ખુબ જ વિનમ્ર છે. આ એવોર્ડ ખરેખર ખાસ છે, કારણ કે તે આટલી નાની ઉંમરમાં તેની મહેનતને ઓળખાણ આપે છે.
ભાવિન રબારીએ જણાવ્યું હતું કે હું ખૂબ જ ખુશ છું અને આ ફિલ્મમાં તક આપવા માટે નલિન સર, સિદ્ધાર્થ સર અને ધીર ભાઈનો આભાર માનું છું. હું આશા રાખું છું કે આપણે ભારતને ગૌરવ અપાવી શકીશું અને આવા ઘણા વધુ એવોર્ડ જીતશું અને ઓસ્કાર ઘરે લાવી શકીશું.
આ પણ વાંચો - દીપિકા પાદુકોણનો ખુલાસો! પતિ રણવીર સિંહની આ આદતથી છે પરેશાન
95મા એકેડેમી એવોર્ડ્સમાં શોર્ટલિસ્ટમાં પસંદ થયેલી અન્ય ફિલ્મો વચ્ચે, આ ફિલ્મ પ્રશંસા મેળવી રહી છે અને, ટ્રિબેકા, બુસાન, મિલ વેલી, 66મા સેમિન્સી અને વૈશ્વિક સ્તરે અસંખ્ય અન્ય ફિલ્મ ફેસ્ટિવલ અને એવાર્ડ સમારોહમાં પણ ટોચના સન્માન મેળવ્યા છે.
સિદ્ધાર્થ રોય કપૂર, ધીર મોમાયા, પાન નલિન અને માર્ક ડુઅલ દ્વારા નિર્મિત, લાસ્ટ ફિલ્મ શો જાપાન અને ઇટાલીમાં પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ યુએસમાં સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ દ્વારા અને ભારતમાં રોય કપૂર ફિલ્મ્સ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી અને હવે તે નેટફ્લિક્સ ઇન્ડિયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ થઈ રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us