દીપિકા પાદુકોણ હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ‘પઠાણ’ (Pathaan) ને લઈને ઘણી ચર્ચામાં છે. ફિલ્મના ગીત બેશરમ રંગમાં તેણે પહેરેલી બિકીનીના રંગને લઈને ઘણો હોબાળો થયો છે. દીપિકા પાદુકોણ (Deepika padkone) પાસે ઘણા સારા પ્રોજેક્ટ છે. મોડલિંગ બાદ ફિલ્મોમાં પ્રવેશેલી દીપિકાએ અત્યાર સુધીની કારકિર્દીમાં એવા અનેક પાત્રો ભજવ્યા છે, જેના કારણે તે આજે ટોચની અભિનેત્રી સાથે લાખો લોકોની પ્રેરણા બની ગઇ છે.
દીપિકા પાદુકોણ આજે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. મળતી માહિતી અનુસાર, દીપિકા તેની એક ફિલ્મ માટે લગભગ 15થી 30 કરોડ રૂપિયા ફી લે છે. ગ્લોબલ સ્ટાર દીપિકા પાદુકોણ કુલ 314 કરોડ રૂપિયા સંપત્તિ (Deepika padukone net worth) ની માલિક છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોશિયલ મીડિયા પર ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. પરંતુ આટલો પ્રેમ હોવા છતાં દીપિકા રણવીર સિંહની એક આદતથી ઘણી પરેશાન છે. એટલી બધી કે ક્યારેક તે ચિડાઈ પણ જાય છે. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેણે કહ્યું હતું કે, મને રણવીરની આ આદત બિલકુલ પસંદ નથી. તેઓ તેમનો ખોરાક ખૂબ જ ઝડપથી ખાઈ લે છે, મને આ બધું જોઈને ખૂબ જ ચીડ આવે છે.
ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ છેલ્લે વર્ષ 2022માં ‘ગહરાઇયા’માં જોવા મળી હતી. આ ફિલ્મને ખાસ સફળતા મળી નથી. પરંતુ આમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આગામી વર્ષમાં પણ દીપિકા પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે. તે ટૂંક સમયમાં શાહરૂખ સાથેની ફિલ્મોમાં ‘પઠાણ’, ‘જવાન’, ‘ફાઇટર’ ‘સપના દીદી’ અને ‘સિંઘમ અગેન’માં જોવા મળશે.