/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/Akanksha-Dubey.jpg)
ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબે (Photo: Akanksha/Instagram)
ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ વારાણસીની એક હોટલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે 25 માર્ચે શૂટિંગ પછી આકાંક્ષા હોટલમાં ગઈ હતી. રવિવારે ડાયરેક્ટર વિકાસે મેકઅપ મેન રાહુલને ફોન કરીને શૂટિંગ માટે તૈયાર રહેવા કહ્યું હતું. વિકાસે દરવાજો ખખડાવ્યો પણ ખુલ્યો ન હતો. આ પછી અભિનેત્રીને ઘણા ફોન કરવામાં આવ્યા હતા પણ કોઇ જવાબ મળ્યો ન હતો. આ પછી હોટલના સ્ટાફે રૂમની માસ્ટર ચાવીથી દરવાજો ખોલ્યો તો આકાંક્ષા પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળી હતી. જે પછી પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
25 વર્ષની ઉંમરમાં જ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી
આકાંક્ષા ભદોહી જિલ્લાના પરસીપુરની રહેવાસી હતી. તેણે 25 વર્ષની ઉંમરમાં જ ઘણા ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી. આકાંક્ષા ભોજપુરી ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર ડાન્સ માટે ઓળખાતી હતી. તે ભોજપુરીની પ્રખ્યાત અભિનેત્રી હતી અને મોડલિંગમાં પણ પોતાનો હાથ અજમાવી રહી હતી. ઉત્તર પ્રદેશ સિવાય આખા દેશમાં પણ તેના ઘણા પ્રશંસકો હતા. આકાંક્ષા ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ પણ બનાવતી હતી.
હોટલમાં મળી લાશ
રિપોર્ટ પ્રમાણે આકાંક્ષા બનારસમાં પોતાના એક પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી હતી. આત્મહત્યાના થોડા સમય પહેલા અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી. જોકે અચાનક એવું શું થયું કે આકાંક્ષાએ હોટલમાં ગયા પછી આવું પગલું ભર્યું હતું. આ તમામ સવાલો ઉઠી રહ્યા છે. હાલ આ વિશે કોઇ વધારે માહિતી સામે આવી નથી. પોલીસ ફિલ્મના યૂનિટ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે.
ટિકટોકથી કરી કારકિર્દીની શરૂઆત કરી
આકાંક્ષા દુબેએ પોતાની કારકિર્દીની શરૂઆત સોશિયલ પ્લેટફોર્મ ટિકટોકથી કરી હતી. ટિકટોક પર આકાંક્ષાની ટેલેન્ટ લોકોને પસંદ આવી હતી. આ પછી આકાંક્ષાએ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને એકથી વધુ ભોજપુરી ગીતો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. આકાંક્ષાએ મેરી જંગ મેરા ફૈસલા, મુજસે શાદી કરોગી અને સાજન જેવી ફિલ્મો કરી હતી. જે હિટ રહી હતી.
આ પણ વાંચો - વિરાટ કોહલીનો ખુલાસો! અનુષ્કા શર્માને ડેટિંગ પહેલા કર્યો હતો અજીબ મેસેજ
રિલીઝ થયું આકાંક્ષાનું અંતિમ ગીત
અભિનેત્રીના મોતના થોડાક કલાકો પહેલા જ તેનું અંતિમ ગીત યે આરા કભી હારા નહીં રિલીઝ થયું હતું. ગીતમાં પવન સિંહ અને આકાંક્ષા છે. આ ગીતને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.
સમર સિંહ સાથે રિલેશનશિપમાં હતી અભિનેત્રી
અભિનેત્રી આકાંક્ષા દુબે ભોજપુરી સિંગર સમર સિંહ સાથે ઘણા રિલ્સ શેર કરતી હતી. તે સમર સાથે રિલેશનશિપમાં હતી. આકાંક્ષા અને સમરની જોડી પ્રશંસકોને ઘણી પસંદ આવતી હતી. અભિનેત્રીના મોત પછી કથિત બોયફ્રેન્ડ સમર સિંહે આકાંક્ષા સિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us