લોકપ્રિય સ્ટાર જોડી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આજે તેઓ ખુશહાલ લગ્ન જીવનનો આનંદન માણી રહ્યા છે. વિરુષ્કાની એક પુત્રી વામિકા પણ છે. સૌકોઇ એ વાતથી વાકેફ હશે કે વિરાટ અને અનુષ્કા એક શૈમ્પૂની એડ દરમિયાન પહેલીવાર મળ્યા હતા. પરંતુ તમે એ નહીં જાણતા હોય કે વિરાટ કોહલીએ અનુષ્કાને ડેટ કર્યા પૂર્વ એક ઓકવર્ડ મેસેજ કર્યો હતો. જે અંગે વિરાટ કોહલીએ તાજેતરમાં ખુલાસો કર્યો છે.

વિરાટ કોહલીએ તાજેતરમાં સાઉથ આફ્રિાના પૂર્વ બેટ્સમેન એબી ડિવિલિયર્સ સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે તેની લવસ્ટોરી અંગે વાત કરી હતી. આ ઇન્ટવર્યૂમાં વિરાટ કોહલીએ જણાવ્યું કે હતું કે, ‘વર્ષ 2013માં એક શેમ્પૂની જાહેરાતમાં અનુષ્કા સાથે પહેલી મુલાકાત થઇ. આ સાથે વિરાટે કહ્યું હતું કે તે અનુષ્કા સાથે શૂંટિગ કર્યા પહેલા ખુબ જ નર્વસ હતો, પરંતુ પહેલી મુલાકાત બાદ તેઓ એકબીજા સાથે કમફર્ટ થઇ ગયા હતા’.
વિરાટ કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘તે જાહેરાતનું શૂટિંગ શરૂ થવાના માત્ર 5 મિનિટ પહેલા પહોંચ્યો હતો. મને બિલકુલ અંદાજો ન હતો કે અનુષ્કાની ઉંચાઇ કેટલી હતી. ત્યારે હું એટલો નર્વસ હતો કે મને ખ્યાલ જ ન હતો કે હું તેની સાથે શું વાત કરું. તેથી મેં અનુષ્કાને તેની હીલ્સ બાબતે સવાલ કર્યો કે તને પહેરવા માટે કંઇક વધુ ઉંચી હીલ ના મળી?
વિરાટે જણાવ્યું કે મારા આ સવાલના જવાબમાં અનુષ્કાએ કહ્યુ કે, ‘એક્સક્યૂઝ મી? જો કે શૂટિંગ શરૂ થયા પછી તે નોર્મલ થઇ ગયો હોય એવો અહેસાસ તેને થયો. આ પછી બંને વચ્ચે વાતચીત થઇ. તદ્દઉપરાંત વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, અમે તુરંત જ ડેટિંગ શરૂ કરી ન હતી, અમે પહેલા લાંબો સમય એકબીજા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે હું સિંગલ હતો તો આમ કરતો હતો…આ સાંભળીને અનુષ્કાએ પ્રતિક્રિયા આપી કે સિંગલ હતો નો શું અર્થ છે? આ સંદર્ભે વિરાટે કહ્યું કે આ અજીબ હતું, પરંતુ હું માનતો હતો કે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા’.
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં વિરાટ-અનુષ્કાનું ઘર પુત્રી વામિકાના અવાજથી ગુંજી ઉઠયું.