બિગ બોસની 16મી સિઝન દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહી છે. બિગ બોસની આ સિઝનનો 18મો એપિસોડ ડ્રામાથી ભરપૂર છે. એક તરફ પ્યાર મોહબતની વાતો થઇ રહી છે. તો બીજી તરફ અન્ય કન્ટેસ્ટન્ટો વચ્ચે તિખલ થઇ રહી છે. તાજેતરમાં શોના પ્રોમોમાં કન્ટેસ્ટન્ટ વચ્ચે ભયંકર લડાઇ થતી જોવા મળે છે.
બિગ બોસના 17માં એપિસોડમાં ઘરના નવા કેપ્ટન શિવ પ્રિંયકાને વાસણ સાફ કરવાની ડયૂટી સોંપાઇ હતી. આ દરમિયાન પ્રિયંકાએ કહ્યું હતું કે, આ કામ મારું નથી, તે માત્ર શિવના કહેવાથી આ કામ કરી રહી છે. જેને લઇને પ્રિયંકા અને નિમરત વચ્ચે બોલાચાલી થાય છે.
આ દરમિયાન નિમરત પ્રિયંકાને કહે છે કે, તેણે આટલી ઓબસેસ્ડ થવાની જરૂર નથી અને શબ્દો પર થોડી લગામ દે. ત્યાર બાદ પ્રિયંકા કરીના કપૂરનો ફેમસ ‘મેં અપની ફેવરીટ હું’ ડાયલોગ બોલી પલટવાર કરે છે. તો એમસી સ્ટેન એક અલગ જ દુનિયામાં જીવી રહી છે. તે કોઇ સાથે વાત પણ નથી કરતી. અબ્દૂ તેને ચીયર કરવાની કોશિશ કરે છે. પરંતુ તેને તેના મહેનતનું પરિણામ મળતું નથી અને તે શિવ પાસે ચાલ્યો જાઇ છે. આ દરમિયાન તે પોતાનું ગીત ગાય છે. જેને સાંભળી અંકિત ઇરિટેટ થાય છે.
એવામાં અર્ચનાની ખાવાની વાતને લઇ વધુ એકવાર લડાઇ થઇ જાય છે. આ વખતે અર્ચનાની માન્યા સાથે બટેટાને લઇ તૂ-તૂ મેં મેં થતી જોવા મળે છે. જેમાં અબ્દૂ વચ્ચે બચાવ કરે છે. ત્યારે માન્યા અર્ચના પર ચોરીનો આરોપ લગાવે છે. જેને પગલે તે ભડકી જાય છે અને સામાન્ય બોલાચાલી ઉગ્ર રૂપ ધારણ કરે છે. એવામાં બંનેના ઝગડામાં ગૌરી નાગોરી દખલગીરી કરે છે. ગોરી અર્ચના પર એવોકાંડો ફેંકવાનો આરોપ લગાવે છે. જે બાદ અર્ચનાનો પારો વધુ તપે છે અને બંને વચ્ચે માથાકૂટ થાય છે. ત્યારે પ્રિયંકા આવે છે અને તે ગૌરીની સાઇડ લે છે. જેમાં એવોકાંડો તેણ ફેંક્યું હોવાનો ખુલાસો થાય છે.
આ ખુલાસ બાદ એમસી સ્ટેન પ્રિયંકા પર આક્રમક થાય છે. ત્યારે શિવ પ્રિયંકા અને ગોરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. જોકે ગોરી અર્ચનાના કપડા પર પાણી ઠાલવી દે છે. એવા સંજોગોમાં કન્ટેસ્ટન્ટો શિવ પર નારાજગી વ્યક્ત કરે છે તેઓ આ ઝગડાને રોકવા માટે કંઇ કરતો નથી. બીજી તરફ શાલીન અર્ચના પાસે જઇ ચૂગલી કરે છે કે ગોરીએ તેના પર પાણી ફેંક્યું. જે સાંભળી અર્ચનાનો ગુસ્સો આસમાનને આંબે છે અને આ ઝગડો માં બાપ સુધી પહોંચી જાય છે.
બિગ બોસ ઘરમાં સદસ્યોનું આ પ્રકારનું વર્તન જોઇ તમામ ઘરાવાળોઓને લિવિંગ એરીયામાં બોલાવે છે. જ્યાં તેઓ ઘરવાળાઓને પ્રશ્ન કરે છે. બિગ બોસે પૂછે છે કે, ઘર પ્રત્યે કેટલા સભ્યોનું યોગદાન ઓછું છે? જેમાં સાજિદ ખાન અને સુમ્બુલનુ નામ બહાર આવ્યું હતું. જેને લ ઇને બિગ બોસ સુમ્બુલ અને માન્યને કહે છે કે, ધરવાળાઓની નજરમાં તમે અદ્રશ્ય છો. તેથી બીજા આદેશ સુધી તમારે ફેસ માસ્ક લગાવી રાખવાના છે. જે બાદ બિગ બોસ કન્ટેસ્ટન્ટ દ્વારા પંસદ કરાયેલા ફેવરિટ કન્ટેસ્ટન્ટના નામ જણાવે છે. જેમા અબ્દૂ, શિવ, સાજીદ તેમજ ગૌતમનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: પ્રતિક ગાંધી ફરી ચલાવશે જાદુ, ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’નું ટ્રેલર થયું રિલીઝ
આ તમામ કન્ટેસ્ટન્ટને બિગ બોસ શાહરૂખ ખાનના આઇકોનિક સીન પર પર્ફોમ કરવાનો ટાસ્ક આપે છે. જેના પરિણામના આધારે કન્ટેસ્ટન્ટને તેમનો ફેવરિટ રૂમમાં રહેવાનો લાભ મળશે.