કલર્સ ચેનલનો પોપ્યુલર શો બિગ બોસને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. સોશિયલ મીડિયા પર બિગ બોસ પર ગંભીર આરોપ લગાવવામાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બિગ બોસ 16ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે.મહત્વનું છે કે,બિગ બોસની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. દર વર્ષે ચાહકો આ શોની આતુરતાથી રાહ જોતા હોય છે.
દર વર્ષે દર્શકો એક સારા સ્પર્ધકને વિજેતા બનતા જોવા માંગે છે. પરંતુ આ વખતે બિગ બોસ 16 (Bigg Boss 16) એકદમ અલગ છે. કારણ કે બિગ બોસ પોતે પણ આ વખતે સ્પર્ધકની જેમ રમી રહ્યા છે. પરંતુ તેના રમવામાં અને સ્પર્ધકોના રમવામાં બહુ ફરક નથી. એટલું જ નહીં, શોની અત્યાર સુધીની જર્ની જોયા બાદ બિગ બોસ પર અનફેર હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકો એક જ વાત કરી રહ્યા છે કે, આ વખતે બિગ બોસને શું કહ્યું છે. કેટલાક લોકોને આટલો સપોર્ટ કેમ કરી રહ્યા છે અને કેટલાક લોકોને કેમ વધુ ટાર્ગેટ કરી રહ્યા છે. હાલમાં બિગબોસનો રાજા અંકિત ગુપ્તા છે પરંતુ અંકિત જ્યારથી રાજા બન્યો છે. બિગ બોસે તેમણે ડિમોટિવેટ કરવાનું શરુ કર્યું છે અને એક પણ તક છોડી નથી.
અંકિતની સાથે સાથે બિગ બોસે પ્રિયંકાને પણ રિએક્શનનો શિકાર બનાવી છે. વાત ગમે તે હોય અંકિતની દરેક વાતને બિગ બોસ પ્રિયંકા સાથે જોડી દે છે. અંકિતના સંચાલક બનવા પર પણ બિગ બોસ તેમને ટોણા મારી રહ્યા છે. આ ઉપરાંત નિમ્રિત, શિવ અને ટિનાને કન્ફેક્શન રુમમાં બોલાવી તેમણે અંકિત માટે ધણી વાતો કહી. આ તમામ જોયા બાદ હવે યુઝર્સે બિગ બોસને અનફેર કહેવાનું શરુ કરી દીધું છે.
આ પહેલા જ્યારે નિમ્રિત, સાજિદ અને બાકીના સ્પર્ધકો કેપ્ટન બની અનફેર થયા હતા તો બિગ બોસ કાંઈ પણ બોલતા ન હતા. પરંતુ અંકિત જ્યારથી કેપ્ટન બન્યો છે ત્યારથી બિગ બોસનો અલગ જ વર્તન જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો આ રમતને એક બાજુ બતાવી રહ્યા છે. જેમાં બિગ બોસ પણ મંડલી સાથે છે.