ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો જીતને એક ઐતિહાસિક જીત હાંસલ કરી છે. બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી ઓછી માત્ર 17 બેઠકો જીતી વિધાનસભા સુધી પહોંચી શકી છે. વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતવાની સાથે સાથે 10 બેઠકો પર ભાજપે એક લાખથી લઇને 1.92 લાખ મતોની સરસાઇ સાથે ભવ્ય જીત મેળવી છે. તો ત્રણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે-કી- ટક્કર જોવા મળી હતી.
ભાજપ પ્રચંડ જીત સાથે ફરી સત્તા પર આવી ભગવો લહેરાવે તે માટે તારક મહેતા ફેમ સુંદરમામા ઉર્ફ મયૂર વાકાણી માનતા રાખી હતી. એ પણ 75 કિમી દુર સ્થિત વિઠાલાપુરમાં બિરાજમાન માં ચાંચરીના પગપાળા યાત્રા કરી દર્શન કરવાની આકરી માનતા રાખી હતી.મહત્વનું છે કે, ભાજપ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરે તે માટે પક્ષના કાર્યકરો અનેક બાધા અને માનતાઓ માનતા હોય છે. જેમાં આ વખતે સુંદરમામાનું નામ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શૉના બધા પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. કોરોના વાઈરસથી થયેલા લૉકડાઉન બાદ 4 મહિના પછી આ સીરિયલની શૂટિંગ શરૂ થઈ ગઈ છે અને ટીઆરપીના રૅસમાં પણ સૌથી આગળ રહી છે.
આ પણ વાંચો: કપિલ શર્માની ફિલ્મ ‘જ્વિગાટો’એ વધુ એક શાનદાર ઉપલ્બિધ પોતાના નામ કરી
દર્શકો નવા એપિસોડ્સનો પણ જોરદાર આનંદ માણી રહ્યા છે. માય ડિયર જીજાજીને હંમેશા હેરાન કરનારા અને ગરબા ક્વીન દયાબેનના રીલ અને રિયલ ભાઈ મયૂર વાકાણી ઉર્ફે સુંદરલાલ હંમેશા પોતાની ભૂમિકાને લઈને ચર્ચામાં રહ્યા છે.ત્યારે તેને માનેલી માનતાના લીધે તેઓ ફરી ચર્ચામાં આવી ગયા છે.