બિગ બોસની 16મી સિઝન સુપરહિટ બની ગઇ છે. આ સિઝન પ્રત્યેક અઠવાડિયે ટીઆરપી (TRP)ની યાદીમાં સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. જેનું કારણ શોમાં કેન્ટેસ્ટંટોને આપવામાં આવતા રોમાચિંત ટાસ્ક. ત્યારે હવે વધુ એક ટાસ્ક સ્પર્ધકોને હચમચાવી નાંખશે. કારણ કે આ વખતે બિગ બોસ પોતે ઘરમાં એન્ટ્રી કરશે.
તાજેતરમાં બિગ બોસનો નવો પ્રોમો રિલીઝ થયો છે, જેમાં સ્પર્ધકોને રોમાચિંત ટાસ્ક અપાવામાં આવ્યો છે. ટાસ્ક એ છે કે, બિગ બોસ હાઉસમાં આવેલા કેટલાક મહેમાનને તેમને અવગણવાના છે. જો કોઇ સ્પર્ધક ત્રણથી વધુવાર મહેમાનોની હાજરીને ટાળવામાં નિષ્ફળ રહેશે તો રાશનની એક ટોકરી ગાયબ થઇ જશે.
બિગ બોસના નવા પ્રોમોમાં જોવા મળે છે કે, પહેલા ઘરમાં બે ગેસ્ટ પ્રવેશ કરે છે. જે શાલીન ભનોટ સામે ચિકન ખાઇને તેમને પરેશાન કરી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. આ બાદ ખરી મજા ત્યારે આવે છે જ્યારે બિગ બોસ પોતે ઘરમાં એન્ટ્રી કરે છે.
બિગ બોસ 16ના નવા પ્રોમોમાં વધુમાં જોવા મળ્યું કે, બિગ બોસનો અવાજ વિક્રમ સિંહ ઘરમાં પ્રવેશ કરે છે, તેઓ કેન્ટેસ્ટંટના પરિવાર દ્વારા મોકલવામાં આવેલા પત્રોને મોટેથી વાંચે છે. સૌપ્રથમ વિક્રમ સિંહે ટીનાની સામે પત્ર વાંચ્યો. જે તેમને સખત ટાળવાની કોશિશ કરે છે. પરંતુ જ્યારે બિગ બોસ સુમ્બુલ પાસે જાય છે અને તેના પિતાનો પત્ર વાંચે છે, ત્યારે તે પોતાના આંસુ રોકી શકતી નથી અને કાબુ ગુમાવે છે.
બિગ બોસને રૂબરૂ ઘરમાં જોઇને લોકો કોમેન્ટ બોક્સમાં પોતાની ખુશી અને આશ્ચર્ય વ્યક્ત કરવા લાગ્યા. એકે લખ્યું- જે સુમ્બુલનો પત્ર વાંચી રહ્યો છે તે બિગ બોસ છે, જ્યારે અન્ય એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું કે, તે બિગ બોસ જ છે. જણાવી દઈએ કે વિક્રમ સિંહ વોઈસ ઓવર આર્ટિસ્ટ છે અને લાંબા સમયથી બિગ બોસમાં અવાજ આપી રહ્યા છે. વિજયે ‘ધ ફેમિલી મેન સીઝન 2’, ‘સ્પેશિયલ ઓપ્સ 1.5 – ધ હિમ્મત સ્ટોરી’, ‘777 ચાર્લી’ જેવી ઘણી વેબસીરીઝમાં પોતાનો અવાજ આપ્યો છે.