બોલિવૂડની ફેશન ફ્રિક અને સુંદર અભિનેત્રીમાં સ્થાન ધરાવનાર સોનમ કપૂરે લગ્નના 4 વર્ષ બાદ મોટો ખુલાસો કર્યો છે. તાજેતરમાં સોનમ કપૂરએ આનંદ આહુજાને જીવનસાથીના રૂપમાં કેમ પસંદ કર્યો તે અંગે ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરે આ વર્ષના ઓગસ્ટ માંસમા પુત્રને જન્મ આપ્યો છે. જેનું નામ વાયુ રાખવામાં આવ્યું છે.
વાસ્તવમાં સોનમ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર તેના પિતા અનિલ કપૂરની પ્રશંસા કરતી એક પોસ્ટ શેયર કરી છે. આ પોસ્ટમાં સોનમ કપૂરે અનિલ કપૂરને પર્ફેક્ટ હસબન્ડ જણાવ્યું છે. આ સાથે સોનમ કપૂરે આનંદ આહુજા સાથે કેમ લગ્ન કર્યા તે વિશે વાત કરી છે.
સોનમ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં અનિલ કપૂરની પ્રશંસામાં લખ્યું છે કે, ડૈડ તમારી પુત્રી નીરિક્ષણ કરે છે જ્યારે તમે તમારી પત્નીનો હાથ થામો છો, જ્યારે તમે પ્રેમથી તેમની પીઠ કે ખભા પર હાથ રાખો છો, જ્યારે તમે તમારી પત્નીની વાત સાંભળો કે પછી ટાળો છો, જ્યારે ફોનમાં વ્યસ્ત હોવ છો ત્યારે પણ એ એકીટશે તમને જ જોતી હોય છે. આ સાથે સોનમ કપૂરે લખ્યું છે કે, તમારી દીકરી તમારી પાસેથી એ બધુ શીખી રહી છે જે તમે કરી રહ્યા છો.

સોનમ કપૂરે તેની આ પોસ્ટ શેયર કરતા પિતા અનિલ કપૂર અને માં સુનીતા કપૂરને ટેગ કર્યા છે. પેરેન્ટસને ટેગ કરતા સોનમ કપૂરે લખ્યું છે કે, “એટલે મેં અને રિયાએ આનંદ આહુજા અને કરણ બૂલાનીને પસંદ કર્યા છે. કારણ કે સુનિતા કપૂરે તેઓને પિક કર્યા હતા. હું મોમને ક્રેડિટ આપી રહી છું”.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચન બ્લોગ પોસ્ટમાં માંની પૂણ્યતિથી પર અંતિમ ક્ષણોને યાદ કરીને થયા ભાવુક
તમને જણાવી દઇએ કે આનંદ આહુજા દિલ્લીના એક બિઝનેસમેન છે. સોનમ કપૂર અને આનંદ આહુજા મેં 2018માં લગ્નનના પવિત્ર બંધનમાં બંધાયા હતા. કપલે લગ્ન પહેલા અમુક વર્ષ એક બીજાને ડેટ કર્યા હતા. હાલ તેઓ તેના પુત્ર વાયુ સાથે ખુશહાલ જીવન વ્યતિત કરી રહ્યા છે. તેમજ જીંદગીની ભરપૂર મોજ ઉઠાવી રહ્યા છે.