OTT Adda: હોલિવૂડની આ 5 ડરામણી ફિલ્મોની આગળ ફેલ છે બોલિવૂડની ભૂતિયા ફિલ્મો, એકલા જોનારાને આવ્યા હાર્ટ એટેક

Hollywood Horror Movies On OTT: હાલમાં લોકોમાં હોરર ફિલ્મોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં જ બોલિવૂડમાં ઘણી ભૂતિયા ફિલ્મો રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

Written by Rakesh Parmar
November 30, 2024 18:03 IST
OTT Adda: હોલિવૂડની આ 5 ડરામણી ફિલ્મોની આગળ ફેલ છે બોલિવૂડની ભૂતિયા ફિલ્મો, એકલા જોનારાને આવ્યા હાર્ટ એટેક
અમે તમને એવી 5 ફિલ્મો વિશે જણાવીશું જે તમે એકલા બિલકુલ જોઈ શકશો નહીં અને જો તમે તેને જોશો તો પણ તમારે હનુમાન ચાલીસાની જરૂર પડશે. (Pic: IMDB)

Hollywood Horror Movies On OTT: હાલમાં લોકોમાં હોરર ફિલ્મોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં જ બોલિવૂડમાં ઘણી ભૂતિયા ફિલ્મો રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યાં જ હોલીવુડની ઘણી એવી હોરર ફિલ્મો છે જે હિન્દી ફિલ્મો કરતા વધુ ખતરનાક અને ડરામણી છે.

આવામાં અમે તમને એવી 5 ફિલ્મો વિશે જણાવીશું જે તમે એકલા બિલકુલ જોઈ શકશો નહીં અને જો તમે તેને જોશો તો પણ તમારે હનુમાન ચાલીસાની જરૂર પડશે. દરેક સીન જોયા પછી તમારા હાથના રૂંવાટા ઉભા થઈ જશે.

ધ નન (The Nun)

વર્ષ 2018માં રિલીઝ થયેલી હોરર મિસ્ટ્રી ફિલ્મ ‘ધ નન’ જોવી દરેકના વશની વાત નથી. આ ફિલ્મ કોરીન હાર્ડી દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી અને તેની વાર્તા ગેરી ડોબરમેન દ્વારા લખવામાં આવી હતી. તૈસા ફાર્મિગા, ડેમિયન બિચિર અને જોનાસ બ્લોકેટ સહિત ઘણા સ્ટાર્સ આ ફિલ્મનો ભાગ હતા. આ હોરર ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આવામાં જો તમે હોરર ફિલ્મના શોખીન છો તો તમારે આ ફિલ્મ એકવાર જોવી જ જોઈએ. જે OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.

રિંગ્સ (Rings)

‘ધ રિંગ’ સિરીઝના અત્યાર સુધીમાં ત્રણ ભાગ આવી ચૂક્યા છે. તેનો પહેલો ભાગ વર્ષ 2002માં આવ્યો હતો અને ત્રીજો ભાગ ‘રિંગ્સ’ વર્ષ 2017માં રિલીઝ થયો હતો. જેમાં એલેક્સ રો, જોની ગેલેકી, એમી ટીગાર્ડન, બોની મોર્ગન અને વિન્સેન્ટ ડી’ઓનોફ્રિયો સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. કૉલેજના પ્રોફેસર અને તેના વિદ્યાર્થીઓ સમારા દંતકથાના રહસ્યોને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. આગળ શું થશે તે જોઈને તમે પણ ચોંકી જશો. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: ‘તેઓ નફરત અને હિંસા વહેંચે છે અને અમે પ્રેમ…’, વાડનાડ પ્રવાસ પર રાહુલ-પ્રિયંકાએ અદાણી પર સાધ્યુ નિશાન

ધ એક્સૉસિસ્ટ (The Exorcist)

આ ફિલ્મ વર્ષ 1973માં રીલિઝ થઈ હતી અને જેણે પણ આ ફિલ્મ જોઈ હશે તે તેની સ્ટોરી અને સીન્સથી સારી રીતે વાકેફ હશે. તેનું નિર્દેશન વિલિયમ ફ્રિડકિન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં એલેન બર્સ્ટિન, મેક્સ વોન સિડો, લિન્ડા બ્લેર અને લિઝી કોબ છે. ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો એક છોકરી પર દુષ્ટાત્માનો પડછાયો હતો. આ ફિલ્મની ઘણી વાસ્તવિક વાર્તાઓ પણ સાંભળવા મળે છે કે કેવી રીતે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને જોયા પછી ઘણા લોકોને હાર્ટ એટેક આવ્યા હતા. આ ફિલ્મ પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.

સિજ્જીન 2 (Siccin 2)

આ હોરર મૂવી વર્ષ 2015માં રીલિઝ થઈ હતી. જેમાં અદનાન અને હિકરન એક સુખી કપલ છે. પછી જ્યારે તેમના પુત્રનું રહસ્યમય અકસ્માતમાં મૃત્યુ થાય છે. ત્યારે અદનાન તેની પત્નીથી અલગ થઈ જાય છે. આ પછી હિકરન તેના ભૂતકાળની તપાસ કરવાનું શરૂ કરે છે જે બહાર આવે છે તે બધાના હાથના રૂંવાટા ઉબા કરી દે છે. આ ફિલ્મ પણ પ્રાઇમ વીડિયો પર છે.

ધ કોન્જુરિંગ (The Conjuring)

2013માં રિલીઝ થયેલી જેમ્સ વાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કોન્જુરિંગ’ સૌથી ડરામણી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મની વાર્તા કેરોલિન અને રોજર પેરોનની આસપાસ ફરે છે, જેઓ પોતાના પરિવાર સાથે ફાર્મહાઉસમાં રહે છે. ત્યારે તેમની સાથે કેટલીક વિચિત્ર ઘટનાઓ બને છે. ફિલ્મ જોયા પછી જ તમે આગળની વાર્તાનો આનંદ લેવાના છો. તમે તેને નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.

Daily writing prompt
What are your two favorite things to wear?
View all responses

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ