Border 2 : બોર્ડર 2 નું નવું ગીત 'જાતે હુએ લમ્હો' રિલિઝ, વિશાલ મિશ્રાના અવાજમાં સાંભળો આ હૃદયસ્પર્શી ગીત

Border 2 Song Release : બોર્ડર 2 નું વધુ એક ગીત 'ઓ જાતે હુએ લમ્હો' નું ઓડિયો વર્ઝન રિલિઝ થયું છે, જે વિશાલ મિશ્રાએ ગાયું છે. વર્ષ 1997 રજૂ થયેલી બોર્ડર ફિલ્મની સિક્વલ બોર્ડર 2માં સની દેઓલ સહિત ઘણા યુવા કલાકાર છે.

Border 2 Song Release : બોર્ડર 2 નું વધુ એક ગીત 'ઓ જાતે હુએ લમ્હો' નું ઓડિયો વર્ઝન રિલિઝ થયું છે, જે વિશાલ મિશ્રાએ ગાયું છે. વર્ષ 1997 રજૂ થયેલી બોર્ડર ફિલ્મની સિક્વલ બોર્ડર 2માં સની દેઓલ સહિત ઘણા યુવા કલાકાર છે.

author-image
Ajay Saroya
New Update
Border 2 Release Date | Border 2 Songs | Border 2 Story

Border 2 Release Date : બોર્ડર 2 ફિલ્મ 23 જાન્યુઆરી, 2026ના રોજ રિલિઝ થઇ રહી છે. Photograph: (Social Media)

Border 2 Release Date : બોર્ડર 2 ફિલ્મ રિલિઝ થવાની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દેશભક્તિ પર આધારિત આ આઈકોની મૂવી બોર્ડર 2 નું ફેમસ ગીત 'ઓ જાતે હુએ લમ્હો' રિલિઝ કરવામાં આવ્યું છે. આ ગીત રિલિઝ થવાની સાથે જ વાયરલ થયું છે. વર્ષ 1997 રજૂ થયેલી બોર્ડર ફિલ્મની સિક્વલ બોર્ડર 2માં સની દેઓલ સહિત ઘણા યુવા કલાકાર છે. 

Advertisment

અનુરાગ સિંહ દિગ્દર્શિત બોર્ડર 2 આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે, જે થોડા દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ 1997માં આવેલી ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ છે, જેમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે. ફિલ્મની સાથે સાથે તેના ગીતોને લઈને લોકોમાં એક અલગ જ ઉત્સાહ છે.

અત્યાર સુધીમાં 'બોર્ડર 2', 'ઘર કબ આઓગે' અને 'ઇશ્ક દા ચેહરા' બે ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે, જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો અને હવે તેના ત્રીજા ગીત ''ઓ જાતે હુએ લમ્હો' નો ઓડિયો પણ આવી ગયો છે. આ ગીત પહેલા ભાગ 'બોર્ડર'નું છે, જે હવે ફરીથી બનાવવામાં આવ્યું છે. આ વખતે વિશાલ મિશ્રાએ આ ગીતને પોતાનો અવાજ આપ્યો છે. તો લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

વિશાલના અવાજે જાદુ ફેલાવ્યો

અપકમિંગ મૂવી બોર્ડર 2 નું ગીત 'ઓ જાતે હુએ લમ્હો' રિલીઝ થયું છે. હાલ લોકોને તેનું ઓડિયો વર્ઝન સાંભળવા મળ્યું છે, જેને વિશાલ મિશ્રાએ અવાજ આપી છે. હકીકતમાં 30 વર્ષ પહેલા આવેલી બોર્ડર ફિલ્મમાં આ ગીત રૂપ કુમાર રાઠોડે ગાયું હતું. હવે ફરીથી બનાવેલા ગીતના વીડિયોની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Advertisment

આગલા દિવસે વિશાલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર રૂપ કુમાર રાઠોડ સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. તે વીડિયોમાં રૂપ કુમાર ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા દેખાય છે, જ્યારે વિશાલ નીચે બેસીને ગીત ગાતો જોવા મળ્યો હતો. વીડિયો શેર કરતા સિંગરે લખ્યું, 'તમારી સામે તમારું ગીત ગાવું અને તમારા આશીર્વાદ મેળવવા મારી માટે સૌભાગ્ય છે. સર, આ ક્ષણ હંમેશા મારી સાથે રહેશે. 'ઓ જાતે હુએ લમ્હો' નું અમારું વર્ઝન મિથુન, હું અને બોર્ડર 2 ની સમગ્ર ટીમ, જાવેદ અખ્તર સર અને અનુ મલિકને સમર્પિત છે. ”

આ પણ વાંચો | Border 2 ફિલ્મ માટે સની દેઓલે લીધી સૌથી વધુ ફી, જાણો ક્યા કલાકારે કેટલી ફી ચાર્જ કરી

બોર્ડર 2 ક્યારે રિલીઝ થશે?

સની દેઓલ અભિનીત ફિલ્મ 'બોર્ડર 2' પ્રજાસત્તાક દિવસના માત્ર ત્રણ દિવસ પહેલા 23 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. દર્શકો આ ફિલ્મ જોવા ઘણા ઉત્સુક છે.

મનોરંજન ન્યૂઝ bollywood