/indian-express-gujarati/media/media_files/2026/01/30/border-2-box-office-collection-2026-01-30-10-14-43.jpg)
બોર્ડર 2 બોક્સ ઓફિસ કલેક્શન બોર્ડર 2 VS ગદર 2 ઓપનિંગ ડે કલેક્શન મનોરંજન સન્ની દેઓલ। Border 2 Box Office Collection Border 2 VS Gadar 2 Opening Day Collection Sunny Deol Photograph: (Social Media)
મનોરંજન ન્યૂઝ | બોર્ડર 2 (Border 2) મુવી 23 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસના વિકેન્ડ પર રિલીઝ થયેલી સની દેઓલ (Sunny Deol) ની બહુપ્રતિક્ષિત ફિલ્મ માટે ચાહકોને ઘણી આશાઓ હતી. આ ફિલ્મ જેપી દત્તાની 1997ની સુપરહિટ ફિલ્મ બોર્ડરની સિક્વલ છે. એવું માનવામાં આવતું હતું કે આ ફિલ્મ 2023 માં રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ ગદર 2 ની સફળતાને વટાવી જશે કે કેમ?
શું સની દેઓલને ફરી એકવાર સુપરસ્ટાર બનાવશે. દેશભક્તિની લાગણીઓ અને પ્રેક્ષકોના ઉત્સાહ સાથે બોર્ડર 2, ગદર 2 જેટલી જ ધમાકેદાર ઓપનિંગ મેળવવામાં નિષ્ફળ ગઈ કે સફળ રહી? અહીં જાણો બોક્સ ઓફિસ કલેકશન.
બોર્ડર 2 બોક્સ ઓફિસ કલેક્શન
બોર્ડર 2 ની વાત કરીએ તો, તેણે પહેલા દિવસે ₹30 કરોડ, બીજા દિવસે ₹36.5 કરોડ, ત્રીજા દિવસે ₹54 કરોડ, ચોથા દિવસે ₹59 કરોડ, પાંચમા દિવસે ₹20 કરોડ અને છઠ્ઠા દિવસે ₹13 કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધીમાં, ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹213 કરોડની કમાણી કરી છે. અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત વરુણ ધવન, દિલજીત દોસાંઝ, અહાન શેટ્ટી, મોના સિંહ, સોનમ બાજવા અને મેધા રાણા પણ છે.
બોર્ડર 2 VS ગદર 2 ના ઓપનિંગ ડે કલેક્શન (Border 2 VS Gadar 2 Opening Day Collection)
23 જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ થયેલી, બોર્ડર 2 એ તેના પહેલા દિવસે ₹ 30 કરોડની કમાણી કરી હતી, જ્યારે 2023 માં રિલીઝ થયેલી સની દેઓલની ગદર 2 એ તેના પહેલા દિવસે પ્રભાવશાળી ₹ 40.1 કરોડની કમાણી કરી હતી. બંને ફિલ્મોમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા, તેથી સરખામણી સ્વાભાવિક છે. ગદર 2 એ વિશ્વભરમાં ₹ 686 કરોડની કમાણી કરી હતી.
કાંતારા વિવાદ વચ્ચે રણવીર સિંહએ ન્યુ યોર્કમાં લગ્નમાં દિલથી કર્યો ડાન્સ, દીપિકા પાદુકોણ સાથે ફોટોઝ થયા વાયરલ, જુઓ
બોર્ડર 2 બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ?
એકંદરે ₹30 કરોડની ઓપનિંગ એક મજબૂત શરૂઆત છે, અને બોર્ડર 2 ની કમાણી દરેક પસાર થતા દિવસ સાથે વધી રહી છે. હવે, ફિલ્મની આગામી કસોટી વિકેન્ડ પર કમાણી અને મૌખિક પ્રચાર પર આધારિત રહેશે. જ્યારે બોર્ડર 2 એ સારું પ્રદર્શન કર્યું, તે સ્પષ્ટ છે કે તે ગદર 2 ની સફળતા સુધી પહોંચી શક્યું નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us