‘આ દિવાળી ચણિયા ટોળી’ સાથે, એક્ટર યશ સાથે ગપશપ, જાનકી બોડિવાલાને ગણાવી પોતાની ફેવરિટ

chaniya toli movie: ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળીના મુખ્ય અભિનેતા યશ એ વાચચીત કરી હતી. જેમાં યશ દ્વારા ફિલ્મ અને અંગત જીવન વિશે ચર્ચા કરી હતી.

Written by Rakesh Parmar
Ahmedabad October 15, 2025 21:25 IST
‘આ દિવાળી ચણિયા ટોળી’ સાથે, એક્ટર યશ સાથે ગપશપ, જાનકી બોડિવાલાને ગણાવી પોતાની ફેવરિટ
ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી દિવાળીના દિવસે (21 ઓક્ટોબર) રિલીઝ થશે. (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી દિવાળીના દિવસે (21 ઓક્ટોબર) રિલીઝ થશે. બેંક લૂટ પર આધારિત આ ફિલ્મને પ્રોડ્યૂસર આનંદ પંડિત અને વૈશલ શાહે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મને જય બોડાસ અને પાર્થ ત્રિવેદીએ ડિરેક્ટ કરી છે. એક શિક્ષકની ચતુરાઈ અને તેની સાત શિષ્યાઓની બેંક લૂંટવાની રસપ્રદ વાર્તા ચાલુ વર્ષે દિવાળી પર સિનેમાઘરમાં આવી રહી છે. તાજેતરમાં ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેેને અત્યાર સુધીમાં 2.8 મિલિયન વ્યૂ મળી ચુક્યા છે. આ દરમિયાન ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સાથે ફિલ્મના મુખ્ય અભિનેતા યશ એ વાચચીત કરી હતી. જેમાં યશ દ્વારા ફિલ્મ અને અંગત જીવન વિશે ચર્ચા કરી હતી.

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતની શરૂઆતમાં જ એક્ટર યશ એ જણાવ્યું હતું કે, ‘આ દિવાળી ચણિયા ટોળી’, આ પ્રથમવાર છે જ્યારે ગુજરાતમાં દિવાળીના દિવસે કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને મને વિશ્વાસ છે કે આ ફિલ્મને દર્શકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળશે.

એક્ટર યશે વધુમાં જણાવ્યું કે, ઢોલીવુડને પાન ઈન્ડિયા સુધી પહોંચાડવામાં વધારે મહેનતની જરૂર છે અને સારા સારા કોન્સેપ્ટ પર ફિલ્મો બનાવવામાં આવે તો ત્યાં સુધી પહોંચી શકાય છે. તાજેતરમાં જ વશ લેવલ 2 હિંદી અને ગુજરાતી બંને ભાષામાં રિલીઝ થઈ હતી. જે તેનો પુરાવો છે. ગુજરાતી ફિલ્મો ધીરે-ધીરે બોલિવૂડ સુધી પહોંચી ગઈ છે. આવનારા સમયમાં પણ ઢોલીવુડની ફિલ્મો બોલિવૂડમાં ડબિંગ થઈને રિલીઝ થઈ શકે છે.

આ દરમિયાન એક્ટર યશ એ પોતાના અંગત જીવન વિશે પણ વાતચીત કરી હતી. એક સવાલના જવાબમાં યશે જણાવ્યું હતું કે, તેને જાનકી બોડીવાલા સાથે ફિલ્મોમાં કામ કરવું વધારે પસંદ છે. ત્યાં જ પોતાની લવ લાઈફ વિશે યશ મૌન રહ્યો હતો.

આજની યુવા પેઢી જે નાની-નાની વાતે ચિંતિત થઈ જાય છે તેને લઈ યશે કહ્યું હતું કે, હું કોઈ પણ પ્રકારનું ટેન્શન લેતો નથી અને ટેન્શનમાં આપણે કંઈ કરી શક્તા નથી, તો શાંતિથી બેસી રહેવું જોઈએ અને કોઈ એવો નિર્ણય ના લેવો જોઈએ, જેનાથી પાછળથી નુકસાન થાય.

ચણિયા ટોળી ફિલ્મની વાર્તા

આ ફિલ્મનું ટ્રેલર જોતા સ્પષ્ટ દેખાય છે કે, “ગામની મહિલાઓ શિક્ષક યશ સોની સાથે હાથમાં બંદૂક લઈને બેંક લૂંટવા માટે તૈયાર થઈ રહી છે. સૌથી પહેલા તો મહિલાઓ બેંક પર નજર રાખે છે અને બધી માહિતી તેમના શિક્ષક યશ સોનીને આપે છે. ટ્રેલરમાં યશ મહિલાઓને બેંક લૂટવા માટે ટ્રેનિંગ આપતો જોવા મળી રહ્યો છે. હાથમાં બંદૂક લઈને ‘કરીએ કંકુના’ જેવા ડાયલોગ સાથે મહિલાઓ એક સીધા સાદા શિક્ષકના વેશમાં જોવા મળતા યશ સોની સાથે બેંક લૂંટવા નીકળી પડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ