સડક 2’ અને ‘બાટલા હાઉસ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બોલિવૂડ એક્ટ્રેસ ક્રિસન પરેરાને ડ્રગ્સની તસ્કરીના આરોપ હેઠળ 1 એપ્રિલથી શારજાહા જેલમાં બંધ હતી. જો કે એક્ટ્રેસ જેલમાંથી બહાર આવી ગઇ છે. બહાર આવતાની સાથે જ તેણે તેની માતા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી અને ઈમોશનલ જોવા મળી. આ સિવાય તેણે જેલમાં વિતાવેલા તેના સ્ટ્રગલના દિવસો વિશે વાત કરી.
એક્ટ્રેસે એક લેટર દ્વારા પોતાની વાત રાખી જેમાં તેણે કહ્યું કે પ્રિય વોરિયર્સ, મને જેલમાં એક પેન અને કાગળની વ્યવસ્થા કરવામાં 26 દિવસ લાગ્યા. હું ત્યાં ટાઈડ ડિટર્જન્ટથી મારા વાળ ધોતી અને તે કોફી બનાવવા માટે ટોયલેટ વોટરનો ઉપયોગ કરતી. જ્યારે પણ હું બોલિવુડની કોઈ ફિલ્મ જોતી ત્યારે મારી આંખોમાં આંસુ આવી જતા હતા કે મને ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવવાની ઈચ્છા જ મને જેલમાં લઈ આવી હતી.
હું જ્યારે પણ અહીં ભારતીય કલ્ચરને લગતું કોઈ દ્રશ્ય જોતી ત્યારે હું હસવા લાગતી. મને મારા દેશ પર ગર્વ છે અને હું ખુશ છું કે હું ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છું. મારા પિતા, માતા, મીડિયા ફ્રેન્ડ્સ અને પોલીસ આ કેસમાં રિયલ વોરિયર્સ છે. હું તો બસ તે દાનવો દ્વારા ફેલાવેલી આ ગંદી જાળમાં ફસાઈ જવા માટે એક પ્યાદુ હતી. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને નિર્દોષ સમજી અને મારા કેસને આગળ વધાર્યો. હું ઘરે પાછા આવવા માટે વધુ રાહ જોઈ શકતી નથી. મારો જીવ બચાવવા બદલ આભાર. મારો આ કેસ ભવિષ્યમાં પણ યાદ રહેશે.
આ પણ વાંચો: ધ કેરળ સ્ટોરી ટ્રેલર! સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મની કહાની સાંભળીને રુંવાટા ઉભા થઈ જશે
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રહેતા બે લોકોએ વિચારેલા ષડયંત્ર હેઠળ ક્રિષન પરેરાને ડ્રગ્સના કેસમાં ફસાવીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી. વાત ક્રિશનની માતા સાથેની લડાઈથી શરૂ થઈ જે બદલામાં ફેરવાઈ ગઈ. બંને આરોપીઓ ઝડપાઈ ગયા અને તેઓએ પોતાનો ગુનો પણ સ્વીકારી લીધો. એક્ટ્રેસના ફેન્સ તેના જેલમાંથી બહાર આવ્યા બાદ ખૂબ જ ખુશ છે.