વિશ્વભરમાં આંતકવાદનો ખૌફ જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ આતંકવાદે પગપેસારો કર્યો અને ખુબ જ નુકસાન થયું. કેટલીક સ્ટોરી એવી છે જેના વિશે તમે સાંભળશો તો તમારા રુંવાટા ઉભા થઈ જશે. એવી જ એક સ્ટોરી છે જ્યારે કેરળની છોકરીઓને વાતોમાં ફસાવીને એક મિશન હેઠળ લઈ જવામાં આવી હતી અને તેમને જાળમાં ફસાવવામાં આવી. કેટલાક લોકોનું જીવન બરબાદ થઈ ગયું અને તેમના પરિવારવાળાઓને પીડા અને લાચારી સહન કરવા ધકેલી દેવામાં આવ્યા. હું વાત કરું છું ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’નું.
ફિલ્મ ધ કેરલ સ્ટોરી (The Kerala Story) નું ચોંકાવનારૂં ટ્રેલર 27 એપ્રિલના રોજ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અદા શર્મા લીડ રોલ કરી રહી છે. આ ફિલ્મ કેરળ રાજ્યની છોકરીઓ લવ જેહાદનો શિકાર બને છે અને ISISમાં જોડાય છે તેની ચોંકાવનારી કહાણી દર્શાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ તેનો વિવાદ હજુ પણ યથાવત છે. અદા શર્મા સ્ટારર આ ફિલ્મ The Kerala Story થિયેટર્સમાં તારીખ 5 મે, 2023ના દિવસે રિલીઝ થશે.
નવેમ્બર 2022માં જ્યારે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારે તેમાં અદા શર્મા કહેતી જોવા મળી હતી કે, કેરળની 32,000 મહિલાઓ જેઓ ઇસ્લામિક દેશોમાં નર્સ તરીકે કામ કરવા ગઇ હતી તેમને બળજબરીથી ધર્માંતરિત કરીને આતંકવાદી સંગઠન ISISમાં ભરતી કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેન કરી રહ્યા છે. જ્યાકે ફિલ્મવા નિર્માતા વિપુસ અમૃતલાલ શાહ છે.
આ પણ વાંચો: સલમાન ખાન ફિલ્મફેર એવોર્ડ શોને હોસ્ટ કરશે, ફોટો શેર કરી કહ્યું, ‘કોઈ નથી જાણતું કે’…
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ એવી ચર્ચા છે કે, આ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ (2021) ના રસ્તા પર છે અને બની શકે છે કે હિટ સાબિત થાય. ધ કાશ્મીર ફાઇલ્સમાં કાશ્મીરી હિન્દુઓના ત્યાંથી પલાયન અને તેના પર કરવામાં આવેલા અત્યાચારોની કહાની હતી. તેવામાં કેરળ સ્ટોરીનું સ્ટેરલ જણાવી રહ્યું છે કે, કઇ રીતે કેરળની યુવતીઓનું બ્રેન વોશ કરી તેને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરવામાં આવી અને પછી કઇ રીતે આતંકી સંગઠન આઇએસઆઇએસમાં સામેલ કરવામાં આવે છે.