Critics choice award 2023, RRR Movie: એસએસ રાજા મૌલીની ફિલ્મ આરઆરઆર (RRR) ના ‘નાટૂ નાટૂ ગીત’ (Nattu Nattu song) ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ (Golden Globes 2023) માં બેસ્ટ ઓરિજનલ સોંન્ગનો એવોર્ડ મળ્યો હતો. ત્યારે આ ફિલ્મે વધુ એક ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મે એવું કર્યું છે જે આજ સુધી ભાગ્યે જ કોઈ અન્ય ફિલ્મે કર્યું હશે. RRR એ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ઉંચું કર્યું છે. દુનિયામાં માત્ર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરની જ ચર્ચા થઈ રહી છે. સાઉથની આ ફિલ્મે ફરી ગ્લોબલ પ્લેટફોર્મ પર ભારતનું નામ રોશન કર્યું છે. એસએસ રાજામૌલીની ફિલ્મ RRR રિલીઝ થયા બાદ નવા-નવા રેકોર્ડ તોડી રહી છે.
રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ સ્ટાર્સથી લઈને ફેન્સની ખુશીનો કોઈ પાર નથી રહ્યો. આ માહિતી ક્રિટીક્સ ચોઈસ એવોર્ડના જ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા દરેક સાથે શેર કરવામાં આવી છે.
ક્રિટિક્સ ચોઈસ એવોર્ડે ટ્વિટ કર્યું કે, RRR ફિલ્મના કલાકારો અને ક્રૂને ખૂબ ખૂબ અભિનંદન. આ ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો છે. આ સાથે તેણે RRRનું પોસ્ટર પણ શેર કર્યું છે. આ મુકાબલો ખૂબ જ સ્પર્ધાત્મક હતો. RRR સાથે ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’, ‘આર્જેન્ટિના 1985’, ‘બાર્ડો’, ફોલ્સ ક્રોનિકલ ઓફ અ હેન્ડફુલ ઓફ ટ્રુથ્સ’, ‘ક્લોઝ’ અને ‘ડિસિઝન ટુ લીવ’ જેવી ફિલ્મો પણ આ કેટેગરીમાં હતી.
આ પણ વાંચો: મિસ યુનિવર્સની 71મી આવૃતિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દિવિતા રાય કોણ છે?
આ તમામ ફિલ્મોને પછાડીને આરઆરઆરએ એવોર્ડ પર પોતાનું નામ નોંધાવી લીધું હતું. આ ઉપરાંત ક્રિટીક્સ ચોઈસ એવોર્ડના ટ્વિટર હેન્ડલ પર એસએસ રાજામૌલીનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ડિરેક્ટર હાથમાં ટ્રોફી પકડેલો જોવા મળે છે. રાજામૌલીના ચહેરા પર સ્મિત છલકાઇ રહ્યુ છે. આ પુરસ્કાર સમગ્ર ભારત માટે એક મહાન સન્માન છે.