દીપિકા પાદુકોણનો ખુલાસો! પતિ રણવીર સિંહની આ આદતથી છે પરેશાન

Deepika padukone net worth: પ્રાપ્ત વિગતો અનુસાર બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika padukone) પતિ રણવીર સિંહ (Ranveer singh) આદતથી પરેશાન છે. જે અંગે ખુદ દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે.

Written by mansi bhuva
January 15, 2023 10:50 IST
દીપિકા પાદુકોણનો ખુલાસો! પતિ રણવીર સિંહની આ આદતથી છે પરેશાન
ગ્લોબલ સ્ટાર દીપિકા પાદુકોણ ફાઇલ તસવીર

દીપિકા પાદુકોણ હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ‘પઠાણ’ (Pathaan) ને લઈને ઘણી ચર્ચામાં છે. ફિલ્મના ગીત બેશરમ રંગમાં તેણે પહેરેલી બિકીનીના રંગને લઈને ઘણો હોબાળો થયો છે. દીપિકા પાદુકોણ (Deepika padkone) પાસે ઘણા સારા પ્રોજેક્ટ છે. મોડલિંગ બાદ ફિલ્મોમાં પ્રવેશેલી દીપિકાએ અત્યાર સુધીની કારકિર્દીમાં એવા અનેક પાત્રો ભજવ્યા છે, જેના કારણે તે આજે ટોચની અભિનેત્રી સાથે લાખો લોકોની પ્રેરણા બની ગઇ છે.

દીપિકા પાદુકોણ આજે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. મળતી માહિતી અનુસાર, દીપિકા તેની એક ફિલ્મ માટે લગભગ 15થી 30 કરોડ રૂપિયા ફી લે છે. ગ્લોબલ સ્ટાર દીપિકા પાદુકોણ કુલ 314 કરોડ રૂપિયા સંપત્તિ (Deepika padukone net worth) ની માલિક છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોશિયલ મીડિયા પર ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. પરંતુ આટલો પ્રેમ હોવા છતાં દીપિકા રણવીર સિંહની એક આદતથી ઘણી પરેશાન છે. એટલી બધી કે ક્યારેક તે ચિડાઈ પણ જાય છે. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેણે કહ્યું હતું કે, મને રણવીરની આ આદત બિલકુલ પસંદ નથી. તેઓ તેમનો ખોરાક ખૂબ જ ઝડપથી ખાઈ લે છે, મને આ બધું જોઈને ખૂબ જ ચીડ આવે છે.

આ પણ વાંચો: Top ott movie: અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘કઠપુતલી’એ તોડ્યા તમામ રેકોર્ડ, પહેલી વાર કોઇ ફિલ્મને મળ્યા આટલા વ્યૂઝ

ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ છેલ્લે વર્ષ 2022માં ‘ગહરાઇયા’માં જોવા મળી હતી. આ ફિલ્મને ખાસ સફળતા મળી નથી. પરંતુ આમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આગામી વર્ષમાં પણ દીપિકા પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે. તે ટૂંક સમયમાં શાહરૂખ સાથેની ફિલ્મોમાં ‘પઠાણ’, ‘જવાન’, ‘ફાઇટર’ ‘સપના દીદી’ અને ‘સિંઘમ અગેન’માં જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ