Bollywood Actress Deepika Padukone Birthday: હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને વિશ્વસ્તરે ખ્યાતિ ધરાવનાર અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે (5 જાન્યુઆરી)ના રોજ પરિવાર સાથે 37મો જન્મદિવસ ઉજવી રહી છે. ડીમ્પલ ગર્લ દીપિકા પાદુકોણો આજના સમયમાં સૌથી વધુ લોકપ્રિય અને ડિમાન્ડમાં રહેનાર અભિનેત્રી છે. દીપિકા પાદુકોણે તેના 15 વર્ષના ફિલ્મી કરિયરમાં પુષ્કળ હિટ ફિલ્મો આપી છે. ‘ઓમ શાંતિ ઓમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર દીપિકા પાદુકોણ તેની સુંદરતા અને ફેશન સ્ટાઇલથી પ્રશંસકોને એકાએક તેની તરફ આકર્ષે છે. દીપિકા પાદુકોણ પ્રોફેશનલ લાઇફ સાથે તેના અંગત જીવનને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે.
દીપિકા પાદુકોણનો જન્મ 5 જાન્યુઆરી 1986ના રોજ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ભારતમાં ઉછરેલી દીપિકા પાદુકોણનું બાળપણથી જ લક્ષ્ય હતું કે પિતા પ્રકાશ પાદુકોની જેમ વિશ્વ કક્ષાની બેડમિન્ટન ખેલાડી બનશે. દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ ભૂતૂપૂર્વ બેડમિન્ટન ખેલાડી અને તેની માતા ઉજ્જલા એક ટ્રાવેલ એજન્ટ કાર્યરત છે.
દીપિકા પાદુકોણ માત્ર એક વર્ષની હતી ત્યારે તેનો પરિવાર બેંગ્લોર શિફ્ટ થયો હતો. જેથી દીપિકાએ પ્રારંભિક શિક્ષણ બેંગ્લોરની સોફિયા હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. આ પછી તેણે માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો. સમાજશાસ્ત્રમાં બી.એની ડિગ્રી મેળવવા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. પરંતુ મોડલિંગની દુનિયામાં પગ મૂકતા અભ્યાસ છોડી દીધો હતો.
આ પણ વાંચો: પુષ્પા ફિલ્મે ભારતમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી હવે રશિયામાં મબલખ કમાણી ડંકો વગાડ્યો
2006માં દીપિકાએ પહેલી વખત હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપ કા સુરૂર’ના ગીત નામ હૈ તેરામાં જોવા મળી હતી. બસ અહીં તેના કરીયરની જે શરૂઆત થઈ કે તેણે પાછું વળીને જોયું નથી. પરંતુ શરૂઆતમાં તેણે ઓફરને ઈન્કાર કરી અનુપમ ખેરની ફિલ્મ એકેડમીમાં અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવ્યો હતો.

આજની તારીખમાં દીપિકા તેના પતિ રણવીર સિંહ સાથે હેપી મેરિડ લાઇફનો આનંદ માણી રહી છે. રણવીર સિંહ પહેલા દીપિકા પાદુકોણનું નામ આ સ્ટાર્સ સાથે ચર્ચામાં આવ્યું હતું.
નિહાર પાંડ્યા
મળતી માહિતી અનુસાર દીપિકા પાદુકોણ સ્કૂલમાં હતી તે સમયે નિહાર પાંડ્યાની ગર્લફ્રેન્ડ હતી, પરંતુ તેમની આ રિલેશનશીપ ટૂંક સમયમાં તૂટી ગઇ હતી.
એમ.અસ. ધોની
ભારતીય ક્રિકેટર અને ઇન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની સાથે પણ દીપિકા પાદુકોણનું નામ ખુબ ઉછળ્યું હતું. ઘણી ઇવેન્ટમાં દીપિકા પાદુકોણ અને એમ.એસ ધોની સાથે જોવા મળ્યા હતા. જો કે બંનેમાંથી કોઇએ તેમના રિલેશન અંગે જાહેરાત કરી ન હતી.
સિદ્ધાર્થ માલ્યા
વિજય માલ્યાનો પુત્ર સિદ્ધાર્થ માલ્યા સાથે પણ દીપિકા પાદુકોણનું નામ ખુબ ચર્ચામાં આવ્યું હતું. કરિયરના પ્રારંભિક સમયમાં દીપિકા પાદુકોણ એકંદરે સિદ્ધાર્થ સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ટ કરતી જોવા મળી હતી. જો કે ધીમે ધીમે દીપિકા તેના કરિયરમાં વ્યસ્ત થવા લાગી ત્યારે સિદ્ધાર્થ સાથેના તેમના સંબંધ છૂટી ગયા.
રણબીર કપૂર
રણવીર સિંહ પહેલા દીપિકા પાદુકોણના જીવનમાં રણબીર કપૂરની એન્ટ્રી થઇ. રણબીર કપૂર દીપિકા પાદુકોણ માટે ખુબ મહત્વ ધરાવતો હતો. દીપિકા રણબીર કપૂર પ્રત્યે મજબૂત લાગણી ફીલ કરતી હતી. આ રિલેશનશીપ લગભગ છ વર્ષ સુધી ચાલી હતી. પરંતુ કોઇ કારણસર છ વર્ષ બાદ તેમનો આ સંબંધ તૂટી ગયો હતો.
યુવરાજ સિંહ
યુવરાજ સિંહ વર્ષ 2017માં કારકિર્દીની ઉંચાઇયો પર હતો. યુવરાજ સિંહ T20 વર્લ્ડ કપ દરમિયાન તેની ધુંઆધાર બલ્લેબાજી દ્વારા ખુબ ચર્ચામાં આવ્યો હતો. ત્યારે દીપિકા પાદુકોણનું નામ યુવરાજ સિંહ સાથે ચર્ચામાં આવ્યું હતું. તેમજ દીપિકા પાદુકોણ યુવરાજ સિંહની મેચ સમયે ઘણીવાર સ્ટેડિયમમાં પણ જોવા મળી હતી. જ