દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ ‘ડીપી’ બદલ્યું, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા

Deepika Padukone Instagram DP: દીપિકા પાદુકોણે (Deepika Padukone) પોતાના ઈન્સ્ટાગ્રામનો ડીપી બદલીને ફેન્સને હેરાન કરી દીધા છે. ઘણા ફેન્સ તેને સવાલ પણ કરી રહ્યા છે કે તેણે આવું કેમ કર્યું?

Written by mansi bhuva
May 04, 2023 08:23 IST
દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ ‘ડીપી’ બદલ્યું, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફાઇલ તસવીર

Deepika Padukone Instagram DP: દેશના સૌથી મોટા સુપરસ્ટાર પૈકી એક દીપિકા પાદુકોણના દિવાના દુનિયાભરમાં છે. ત્યારે અભિનેત્રી જે પણ કરે છે તરતજ ચર્ચામાં આવી જાય છે. તેથી જ્યારે દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામમાં ડિસ્પ્લે પિક્ચર (ડીપી) બદલવાનું નક્કી કર્યું, ત્યારે કહેવાની જરૂર નથી. પરંતુ તેણે સોશિયલ મીડિયા પર તેના ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. જો કે અભિનેત્રીના આ નિર્ણયથી ફેન્સ જરૂરથી હેરાન થઇ ગયા છે.

બોલિવુડ સ્ટારે તેના ડીપીની જગ્યાએ સ્વચ્છ વાદળી આકાશની તસવીર લગાવી છે. ખાસ વાત એ છે કે એક્ટ્રેસે પોતે ડીપી પર પોસ્ટ કરેલી તસવીર ક્લિક કરી હતી. તેના ડીપી બદલવા સિવાય દીપિકાએ તેની ઈન્સ્ટાગ્રામ ટાઈમલાઈન પર વાદળોની બે તસવીરો પણ શેર કરી અને તેના ફેન્સને પૂછ્યું છે કે “બીજા કોઈને ક્લાઉડ ફોર્મેશનની તસવીરો લેવાનું ઝનૂન છે? #nofilter.”

દીપિકા દ્વારા શેર કરેલી તસવીરોની ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે ફેન્સ સવાલ પણ કરી રહ્યા છે કે જ્યારે તેણે અલગથી તસવીરો પોસ્ટ કરી હતી તો ડિસ્પ્લે પિક્ચર કેમ બદલી. એક ફેને લખ્યું છે કે “હે ભગવાન શું વર્તન છે, તમે તમારી પ્રોફાઈલ પર વાદળોની તસવીરો કેમ લગાવો છો.” અન્ય એક ફેને કોમેન્ટ કરતા લખ્યું છે કે “હું તમારી દરેક વસ્તુને સપોર્ટ કરતો નથી,” જ્યારે એક યુઝરે લખ્યું છે કે “દીપુ, તારું ડીપી ક્યાં છે?”

આ પણ વાંચો: ફિલ્મ ફાઇટર માટે હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણે તગડી ફી લીધી, જાણો કેટલી ફી લીધી

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ફાઈટર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે પહેલીવાર હ્રિતિક રોશન સાથે સ્ક્રીન શેર કરી છે. ‘ફાઈટર’માં અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવર પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં થિયેટરોમાં રિલીઝ થવાની સંભાવના છે. આ સિવાય દીપિકા પાદુકોણ પ્રભાસ સાથે ‘પ્રોજેક્ટ કે’માં જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ