બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે પોતાની અદ્ભૂત એક્ટિંગના કારણે વિશ્વસ્તરે ફેમસ છે. દીપિકા પાદુકોણે ઘણીવાર દેશને ગૌરવ અનુભવવાની તક આપી છે. ત્યારે ફરી એક વખત અભિનેત્રીએ દેશને ગર્વ કરવાની તક આપી છે. દીપિકા પાદુકોણ ઓસ્કર 2023નું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. આ અંગે દીપિકા પાદુકોણે ખુદ તમામ પ્રેઝન્ટર્સની યાદી સાથે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી છે.
આપને જણાવી દઇએ કે, દીપિકા પાદુકોણે ઈન્સ્ટા પર શેર કરેલી યાદીમાં ડ્વેન જોન્સન, માઈકલ બી જોર્ડન, રિઝ અહેમદ, એમિલી બ્લન્ટ, ગ્લેન ક્લોઝ, ટ્રોય કોત્સુર, ડ્વેન જોન્સન, જેનિફર કોનેલી, સેમ્યુઅલ એલ જેક્સન, મેલિસા મેકકાર્થી, ઝો સાલ્ડાના, ડોની યેન,જોનાથન મેજર્સ અને ક્વેસ્ટલવમાં પણ દીપિકા પાદુકોણનું નામ સામેલ છે.
આ પણ વાંચો: સ્વરા ભાસ્કરે ‘સુહાગરાતની સેજ’નો ફોટો શેર કર્યો, હનીમૂન નાઇટનું સિક્રેટ ખોલ્યું
દીપિકાએ પોસ્ટ શેર કરતાની સાથે જ કોમેન્ટ સેક્શન અભિનંદનના સંદેશાઓથી છલકાઈ ગયું હતું. દીપિકાની બહેન અનીષા પાદુકોણે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, “બૂમ.” જ્યારે દીપિકાના પતિ રણવીર સિંહે કોમેન્ટ સેક્શનમાં ક્લેપ સાથે ઈમોજી પોસ્ટ કર્યું હતું. તો ચાહકો પણ દીપિકાને આ સિદ્ધિ માટે અભિનંદન આપી રહ્યા છે.