બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે તાજેતરમાં સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે કોર્ટ મેરેજ કરીને સૌને ચોંકાવી દીધા છે. આ દરમિયાન તેણે મેરેજની ફર્સ્ટ નાઇટ એટલે કે સુહાગરાત માટે સજાવવામાં આવેલા તેના રૂમ અને બેડની તસવીરો શેર કરી છે. આ સાથે સુહાગરાત માટેનો રૂમ અને બેડ તેની માતાએ ડેકોરેટ કર્યો હોવાનો ખુલાસો કરીને સનસનાટી મચાવી દીધી છે.
સ્વરા ભાસ્કરે સુહાગરાતની રૂમનો ફોટો શેર કર્યો
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ફેબ્રુઆરી 2023માં સમાજવાદી પાર્ટીના યુવા નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ પોતે જ માહિતી આપી હતી કે બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા છે. હવે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હનીમૂનની તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

સ્વરાની માતાએ દીકરીના ‘સુહાગરાતની સેજ’ સજાવી
સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયામાં ‘સુહાગરાતની સેજ’ એટલે કે હનીમૂનના બેડની તસ્વીર શેર કરી છે. શેર કરેલી તસ્વીર મુજબ આ હનીમૂન બેડને ગુલાબ અને વિવિધ પ્રકારના સુંદર ફુલોથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો. સ્વરાએ જણાવ્યું કે, સુહાગરાતની સેજ તેની માતાએ જાતે જ સજાવી હતી. આ બદલસ્વરા ભાસ્કરે તેની માતાનો આભાર માન્યો અને જણાવ્યું છે કે, તેમની માતા તેની માટે ફિલ્મી હનીમૂન ઇચ્છતી હતી.

મેરેજના મામલે ટ્રોલ થઈ
જ્યારે સ્વરાએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે તેણે ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે, ત્યારે લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો, કારણ કે થોડા સમય પહેલા સ્વરાએ ફહાદને ભાઈ કહીને સંબોધિત કર્યો હતો.
આ પણ વાંચોઃ સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા સાથે કર્યા લગ્ન, જાણો કોણ છે તેનો પતિ ફહદ અહમદ
સ્વરા ભાસ્કર અવારનવાર દેશના વિવિધ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય અને પ્રતિક્રિયા આપે છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ જ કારણસર છે તે ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે.