Who is Swara Bhasker Husband: બોલિવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે (Swara Bhasker)સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ (Fahad Ahmad)સાથે લગ્ન કરી લીધા છે. સ્વરા ભાસ્કરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી છે. આ વીડિયોમાં બન્નેના કોર્ટ મેરેજ સાથે જોડાયેલા દસ્તાવેજ પણ છે. દસ્તાવેજ પ્રમાણે બન્નેએ 6 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા છે.
કોણ છે ફહદ અહમદ (Who is Fahad Ahmad)
ફહદ અહમદ સમાજવાદી પાર્ટીના યુવા યૂનિટનો મહારાષ્ટ્ર અને મુંબઈનો અધ્યક્ષ છે. ફેબ્રુઆરી 1992માં જન્મેલા ફહદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પછી એમફીલ કરવા ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઓફ સોશલ સાયન્સ ગયો હતા. અહીં રાજનીતિમાં એન્ટ્રી કરી હતી.
ટાટા ઇન્સ્ટીટ્યૂટમાં અભ્યાસ દરમિયાન ફહદ અહમદ વિદ્યાર્થી સંઘનો મહાસચિવ પસંદ થયો હતો અને 2017થી 2018 સુધી આ પદ પર રહ્યો હતો. ફહદ અહીંથી હાલ પીએચડી કરી રહ્યો છે.
CAA વિરુદ્ધ પ્રોટેસ્ટ કાઢીને ચર્ચામાં આવ્યો હતો
ફહદ અહમદ 2017-18માં પ્રથમ વખત ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઓફ સોશલ સાયન્સમાં (TISS) એસસી-એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓની ફી વધારા સાને પ્રોટેસ્ટ કરી હતી. જેમાં લગભગ 1000થી વધારે સ્ટુડન્ટ્સ સામેલ થયા હતા. આ પ્રોટેસ્ટને પ્રકાશ આંબેડકર જેવા નેતાઓનું સમર્થન પણ મળ્યું હતું. ફહદે સીએએ સામે પણ મુંબઈમાં પ્રોટેસ્ટ કર્યું હતું અને તેને અસંવૈધાનિક ગણાવતા ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં ધરણા કર્યા હતા.
આ પણ વાંચો – બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કરી માંગણી, કહ્યું- વક્ફ બોર્ડ છે તો સનાતન બોર્ડ કેમ નહીં
એમફિલની ડિગ્રી લેવાથી કર્યો હતો ઇન્કાર
ફહદ અહમદે ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઓફ સોશલ સાયન્સના દિક્ષાંત સમારોહમાં સંસ્થાના અધ્યક્ષ એસ.રામાદુરઇ પાસેથી એમફીલની ડિગ્રી લેવાથી ઇન્કાર કર્યો હતો. પછી સંસ્થાને આ હવાલો આપીને તેને પીએચડીમાં એન્ટ્રી આપવાથી ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે તેની વર્તુણક સંસ્થાન માટે અપમાનજનક હતી.