ભોપાલ લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રજ્ઞા ઠાકુર (MP Pragya Thakur)સનાતન બોર્ડ (Sanatan Board) રચવાની માંગણીને લઇને ચર્ચામાં છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે ભારતમાં હિન્દુઓ પર ઘણો અત્યાચાર કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી પીએમ નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી બધાને ન્યાય આપવામાં આવ્યો.
સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાત કરતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે હજુ પણ ઘણા વિભિન્ન બોર્ડ છે, તેમાંથી એક વક્ફ બોર્ડ છે જે કોઇપણ જમીન લેશે અને કહે છે કે જમીન વક્ફ બોર્ડની છે. જોકે જ્યારે કાનૂની રીતે તપાસ કરવામાં આવે તો ખબર પડે છે કે જમીન તેમની નથી. આ રીતે માફિયા ભારતમાં થઇ રહ્યા છે અને હિન્દુ મંદિરો અને દેવી-દેવતાઓનું અપમાન કરવામાં પાછળ રહેતા નથી.
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું – હિન્દુ પોતાના નિયમ-કાનૂનનું પાલન કરે છે
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે હિન્દુ પોતાના નિયમ-કાનૂનનું પાલન કરે છે, પોતાના ધર્મની વાત કરે છે, પોતાના ધર્મમાં રહે છે અને ક્યાંય પણ કોઇનો વિરોધ કરતા નથી. આ વિડંબના છે કે આપણા સનાનતી દેવતાઓના મંદિર ટ્રસ્ટ બની ગયા છે અને પછી તે સરકારના હાથમાં ચાલ્યા જાય છે. હવે તેમાંથી મુક્ત થાય અને મંદિરો-મઠોમાં જે દાન મળે છે તેનો ઉપયોગ હિન્દુઓના વિકાસમાં, હિન્દુ બાળકોની શિક્ષામાં, મંદિરોના નિર્માણમાં અને સનાતન ધર્મની ઉન્નતિમાં ઉપયોગ થાય. જેથી જરૂર પડવા પર સનાતન બોર્ડની રચના કરવી જોઈએ.
આ પણ વાંચો – સચિન પાયલટ કોંગ્રેસ લીડરશિપથી ખુશ નથી? અશોક ગેહલોતના વફાદારો પર એક્શન ન લેવાથી ઉઠાવ્યા સવાલો
પીએમ નરેન્દ્ર મોદીના શાસનનો ઉલ્લેખ કરીને બીજેપી સાંસદે પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસના આદર્શ વાક્ય સાથે કામ ચાલી રહ્યું છે અને આપણે બધા કામ કરી રહ્યા છીએ.
બોર્ડ બનાવવાના ફાયદા વિશે પૂછતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે આ અમારો ધર્મ છે, અમે પોતાના નિયમનું પાલન કરીશું અને તેના પર કોઇ પ્રકારનો હુમલો થવો જોઈએ નહીં. અમારા મંદિર સ્વતંત્ર થવા જોઈએ અને તેના નિયમ હોવા જોઈએ.
બીજેપી સાંસદની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા અજય યાદવે કહ્યું કે બીજેપીના નેતા જ્યારે ચૂંટણી હોય છે ત્યારે હિન્દુ રાજ્ય અને હિન્દુ ધર્મની વાત કરે છે. તે ફક્ત હિન્દુ ધર્મની ભાવનાઓને ભડકાવવાના નામે રાજનીતિ કરી રહ્યા છે.