Pathan Song Besharam Rang Controversy: પઠાણ મુવી બેશરમ રંગ ગીત વધુ એક વિવાદમાં સપડાયું છે. બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ ની આગામી ફિલ્મ પઠાણ રિલીઝ પહેલા વિવાદમાં પટકાઇ છે. બેશરમ રંગ ગીત રિલીઝ થતાં જ લોકોના નિશાને આવી છે. બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદુકોણની બિકીનીના કેસરી રંગને લઇને ઉઠેલો વિવાદ ઉગ્ર બન્યો છે. આ સંજોગોમાં આ ગીત હવે કોપીને લઇને વિવાદમાં આવ્યું છે.
દીપિકા પાદુકોણના બેશરમ રંગ ગીતનો વિવાદ દિવસે દિવસે વધુ ઉગ્ર થઇ રહ્યો છે. દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની આ ફિલ્મને બોયકોટ કરવાનો પણ સૂર ઉગ્ર બની રહ્યો છે. આ વિવાદમાં ઘણા રાજકીય નેતાઓએ પણ ઝંપલાવ્યું છે અને સેન્સર બોર્ડે પણ આ ફિલ્મમાં ઘણા બદલાવ કરવાની પણ મેકર્સને સલાહ આપી છે. આ બાદ પણ વિવાદ જાણે શમવાનું નામ લેતો નથી. હવે પઠાણ મુવીના ગીત બેશરમ રંગના કોપીરાઇટને લઇને વિવાદ સામે આવ્યો છે. પાકિસ્તાની સિંગર સજ્જાદ અલીએ આ ગીતને લઇને બોલીવુડ સામે આરોપ કર્યા છે.
બેશરમ રંગ ગીત ચોરીનો આરોપ
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ સામે નવો વિવાદ શરૂ થયો છે. પાકિસ્તાની સિંગર સજ્જાદ અલીએ બેશરમ ગીત સામે નિશાન તાક્યું છે. સજ્જાદ અલીએ પોતાના ઇન્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે. જેમાં કહ્યું છે કે, બેશરમ રંગ એના વર્ષો જુના ગીત અબ કે બિછડે… થી મળતું આવે છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, આવનારી ફિલ્મનું તેણે એક ગીત સાંભળ્યું તો એને પોતાનું વર્ષો જુનુ ગીત યાદ આવી રહ્યું છે. પાકિસ્તાની સિંગરની આ ટકોરને પગલે બેશરમ રંગ ગીત વધુ એક વિવાદમાં આવ્યું છે.
બેશરમ રંગ ગીત – વીડિયો અંગે પ્રતિક્રિયા
પાકિસ્તાની સિંગર સજ્જાદ અલીનું ગીત સાંભળ્યા બાદ સોશિયલ મીડિયામાં યૂઝર્સે શાહરૂખ ખાનના ગીતને નિશાને લીધું છે. ધ્રુવ નામના યૂઝરે લખ્યું છે કે, આ તો સાચ્ચે જ પઠાણ મુવીના બેશરમ જેવું જ લાગી રહ્યું છે. રિયા નામની યુઝરે લખ્યું કે, બેશરમ રંગ સજ્જાદ અલીના મ્યુજિક કંપોઝિશન પર આધારિત છે. ભારતના લોકો પાકિસ્તાની ગીત ચોરી કરે છે અને એમને ક્રેડિટ પણ આપતા નથી.
દીપિકા પાદુકોણ બિકીની બેશરમ રંગ…
બોલીવુડની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’, જેમાં શાહરૂખ ખાન અને દીપિકા પદૂકોણે અભિનય કર્યો છે તેના ગીત ‘બેશરમ રંગ’ને લઇન ભારે વિવાદ સર્જાયો છે. પઠાણ ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતમાં દીપિકા પદૂકોણની બિકીનીને લઇને વિવાદ થયો છે તો બીજી બાજુ આ શાહરૂખ ખાનના લૂક અને તેણે પહેરેલા લાખ રૂપિયાના શર્ટ-શૂઝ અને ગોગલ્સ ચર્ચાનો વિષય બન્યા છે… વધુ વાંચવા ક્લિક કરો
પઠાણ મુવી રિલીઝ ક્યારે થશે
પઠણા મુવી 25 જાન્યુઆરીએ રિલીઝ તવાની છે. શાહરૂખ ખાનના ફેન્સ આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ દેખાશે. તમને જણાવીએ કે આ ફિલ્મમાં દર્શકોને લોભાવવા માટે સલમાન ખાનને પણ મહેમાન કલાકાર તરીકે ઉપયોગ કરાયો છે. શાહરૂખ ખાન અને સલમાન ખાન એક ફિલ્મમાં ઘણા લાંબા સમય બાદ એક સાથે જોવા મળશે.