Dhurandhar 2: ધુરંધર 2 ટીઝર આ મૂવી સાથે થિયેટરમાં રજૂ થશે! રણવીર સિંહની ફિલ્મે તોડ્યા કમાણીના રેકોર્ડ

Dhurandhar 2 Teaser Release Date: ધુરંધર થિયેટરમાં ધુમ મચાવ્યા બાદ હવે ધુરંધર 2 રિલીઝ થવાની ઘોષણા થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ મુજબ હવે ટુંક સમયમાં ધુરંધર 2 નું ટીઝર રજૂ થઇ શકે છે.

Dhurandhar 2 Teaser Release Date: ધુરંધર થિયેટરમાં ધુમ મચાવ્યા બાદ હવે ધુરંધર 2 રિલીઝ થવાની ઘોષણા થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ મુજબ હવે ટુંક સમયમાં ધુરંધર 2 નું ટીઝર રજૂ થઇ શકે છે.

author-image
Ajay Saroya
New Update
ધુરંધર ટ્રેલર રીલિઝ

Dhurandhar Trailer launch | ધુરંધર ટ્રેલર રીલિઝ

Dhurandhar 2 Teaser Release Date : ધુરંધર મૂવી બાદ હવે ધુરંધર 2 રિલીઝ થવાની ઘોષણા થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ મુજબ ધુરંધર 2 ફિલ્મનું ટીઝર ચાલુ મહિને રિલીઝ થનાર એક ફિલ્મ સાથે રજૂ કરવામાં આવશે. આ સાથે જ દર્શકોમાં આ ફિલ્મ જોવા માટે ઉત્સુકતા વધી ગઇ છે. તમને જણાવી દઇયે ક્, ધુરંધર ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જૂન રામપાલની ધાંસુ એક્ટિંગ અને રસપ્રદ કહાણીથી દર્શકો ઘણા પ્રભાવિત થયા છે.

Advertisment

જિયો સ્ટૂડિયોઝ પુરી કોશિશ કરી રહ્યું છે કે, ધુરંધર નું આકર્ષણ યથાવત રાખવા તેના પાર્ટ 2નું પ્રમોશન શરૂ કરવામાં આવે. ધુરંધર ફિલ્મના પ્રથમ ભાગે થિયેટરોમાં દર્શકોને ખેંચી લાવી રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ હવે ટુંક સમયમાં ધુરંધર 2 નું ટીઝર રિલીઝ થવાનું છે. ફિલ્મ મેકર્સે તેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને આ મહિને જ ટીઝર થિયેટરમાં રજૂ કરવામાં આવશે તેવા સમાચાર છે.

બોર્ડર 2 સાથે ધુરંધર 2 નું ટીઝર રિલીઝ થશે?

ધુરંધર બાદ હવે જે ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી છે, તે છે બોર્ડર 2 મૂવી. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ દર્શકો આ દેશ ભક્તિની મૂવી જોવા માટે અધિરા થયા છે. તમને જણાવી દઇયે કે, બોર્ડર 2 મૂવી 23 જાન્યુઆરી, શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ બોર્ડર 2 મૂવી સાથે જ જિયો સ્ટૂડિયોઝ ધુરંધર 2 નું ટીઝર રિલીઝ કરી શકે છે. જો તમે બોર્ડર 2 મૂવી જોવા જાવ તો સમય પહેલા થિયેટર પહોંચવાની કોશિશ કરજો. કારણ કે એવી સંભાવના છે કે, બોર્ડર 2 ફિલ્મ પહેલા ધુરંધર 2 નું ટીઝર રજૂ કરવામાં આવી શકે છે.

Advertisment

ધુરંધર 2 ક્યારે રિલીઝ થશે?

બોલીવુડ હંગામા એ પોતાના એક રિપોર્ટમાં સુત્રોના હવાલાથી જણાવ્યું છે કે, ઉદ્દેશ્ય થિયેટરમાં ફિલ્મ જોવા આવનારના મનમાં ફિલ્મ રિલીઝ ની તારીખ અંકિત કરવાનો છે. નોંધનિય છે કે, રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 સિનેમાધરોમાં ઇદ 2026 આસપાસ રિલીઝ થઇ શકે છે. ટીઝરમાં અમુક નવા સીન દેખાડવાની સાથે આ રિલીઝ તારીખ દર્શકો યાદ રાખે તેવા મેકર્સના પ્રયાસ છે.  રિપોર્ટ મુજબ જિયો સ્ટૂડિયોની ટીમ દેશભક્તિના લહેરનો ફાયદો ઉઠાવવા માંગે છે. 

ઉપરાંત આ ફિલ્મની સીધી ટક્કર સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિક સાથે થવાની છે. તાજેતરમાં ટોક્સિક ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, જે દર્શકોને બહુ પસંદ આવ્યું સાથે સાથે તેના ઇન્ટિમેટ સીન મામલે વિવાદ પણ થયો છે. આ બંને મેગા બજેટવાળી ફિલ્મો છે. 

આ પણ વાંચો | Border 2 ફિલ્મ માટે સની દેઓલે લીધી સૌથી વધુ ફી, જાણો ક્યા કલાકારે કેટલી ફી ચાર્જ કરી

ધુરંધર ફિલ્મેની રેકોર્ડ કમાણી

ધુરંધર ફિલ્મ રિલીઝ થવાની સાથે થિયેટરોમાં ડંકો વગાડ્યો છે. રણવીર સિંહ અને અક્ષય ખન્નાર સ્ટારર ફિલ્મ રિલીઝ થયાને દોઢ મહિના જેટલો સમય થઇ ગયો છે, તેમ છતાં મૂવી દર્શકોને થિયેટરો સુધી આકર્ષિત કરી રહી છે. ધુરંધર ફિલ્મે અત્યાર સુધીમાં 1200 કરોડથી વધુ કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે.

રણવીર સિંહ bollywood મનોરંજન ન્યૂઝ