scorecardresearch

FIFA WORLD CUP 2022: દીપિકા પાદુકોણને સોંપાઇ મોટી જવાબદારી, ફીફાના ઇતિહાસની આ દુર્લભ ક્ષણ

FIFA WORLD CUP 2022: દીપિકા પાદુકોણને (Deepika padukone) ફીફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચથી (FIFA WORLD CUP 2022 Final Match) પહેલા એક ખાસ જવાબદારી સોંપવામાં આવી છે, જેના માટે દીપિકા કતર જશે.

FIFA WORLD CUP 2022: દીપિકા પાદુકોણને સોંપાઇ મોટી જવાબદારી, ફીફાના ઇતિહાસની આ દુર્લભ ક્ષણ
દીપિકા પાદુકોણ માટે સૌભાગ્યની વાત

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે ગ્લોબલ સ્ટાર બની ગઇ છે. તેણી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને લઈને હોલિવૂડ સુધીની ખ્યાતિ મેળવી ચુકી છે.જેને પગલે હવે દીપિકાને ફીફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચથી પહેલા એક ખાસ જવાબદારી સોંપવામાં આવી છે, જેના માટે દીપિકા કતર જશે. તેણી ફીફા વર્લ્ડ કપની ટ્રોફીના અનાવરણ માટે હાજર રહેશે.

સૂત્રો અનુસાર, દીપિકા ખચોખચ ભરેલા સ્ટેડિયમમાં ટ્રોફીનું અનાવરણ કરશે. ત્યારે ખાસ વાત એ છે કે, ફીફાના ઈતિહાસમાં આ દુર્લભ મોકો હશે જેમાં કોઈ ભારતીય અથવા આંતરરાષ્ટ્રીય એક્ટરને આ સન્માન મળશે. ફીફા વર્લ્ડ કપની ફાઈનલ 18 ડિસેમ્બર 2022એ કતરમાં લુસૈલ (Lusail) આઈકૉન સ્ટેડિયમમાં થશે.

તમને જણાવી દઇએ કે તાજેતરમાં દીપિકા પાદુકોણને મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી હતી. તેણી આસામમાં ‘ફાઈટર’નું શૂટિંગ પૂર્ણ કરીને ભારત પરત ફરી હતી. ફિલ્મમાં તેણી ઋતિક રોશનની સામે છે. રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં તેણી ‘પઠાન’ના બીજા શેડ્યૂલનું શૂટિંગ કરશે. ‘પઠાન’ જાન્યુઆરી 2023માં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન મહત્વની ભૂમિકામાં નજર આવશે. ત્યારે ખાસ વાત એ છે કે, શાહરૂખ ખાન આ ફિલ્મના માધ્યમથી ફિલ્મી દુનિયામાં 4 વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે.

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone)

આ પણ વાંચો: અક્ષય કુમારની પ્રથમ મરાઠી ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌદાલે સાત’ના શૂટિંગનો શુભારંભ, અભિનેતાએ કેપ્શનમાં લખ્યું…’હું પૂરો પ્રયાસ કરીશ’

દીપિકાની આવનારી અન્ય ફિલ્મોમાં રોહિત શેટ્ટીની ‘સર્કસ’ છે જેમાં તેણી કેમિયો કરી રહી છે. ફિલ્મ ‘પઠાન’માં દીપિકા સાથે શાહરુખ અને જૉન અબ્રાહમ પણ છે. દીપિકાની અન્ય ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ છે. તેમાં તેણી પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દિશા પટણી સાથે જોવા મળશે. શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’માં દીપિકા કેમિયો કરતી જોવા મળશે.

Web Title: Fifa world cup 2022 deepika padukone upcoming movie latest news

Best of Express