જ્યારે ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સલમાન ખાનનો કેસ લડ્યો, 27 વર્ષ જૂના કેસમાં અપાવ્યા હતા જામીન

1998 ના કાળિયાર શિકાર કેસમાં જગદીપ ધનખડ સલમાન ખાન તેમજ સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે જેવા અન્ય કલાકારોના વકીલ રહ્યા છે અને તેમને જામીન મેળવવામાં ઘણી મદદ કરી હતી.

Written by Rakesh Parmar
July 27, 2025 15:25 IST
જ્યારે ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સલમાન ખાનનો કેસ લડ્યો, 27 વર્ષ જૂના કેસમાં અપાવ્યા હતા જામીન
રાજકારણમાં પ્રવેશતા પહેલા જગદીપ એક પ્રખ્યાત વકીલ હતા. (File Photo - Jansatta)

ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તાજેતરમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેનું કારણ તેમની બગડતી તબિયત હતી. રાજકારણમાં પ્રવેશતા પહેલા જગદીપ એક પ્રખ્યાત વકીલ હતા. તેમણે કોર્ટમાં ઘણા હાઇ-પ્રોફાઇલ કેસ લડ્યા હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેમણે સલમાન ખાનનો કેસ પણ લડ્યો છે અને તેમને જામીન મેળવવામાં ઘણી મદદ કરી છે. તેઓ સલમાન ખાનનો કાળિયાર શિકાર કેસ લડનારા પહેલા વકીલ હતા. આ કેસ 27 વર્ષ જૂનો 1998 નો છે.

1998 ના કાળિયાર શિકાર કેસમાં જગદીપ ધનખડ સલમાન ખાન તેમજ સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે જેવા અન્ય કલાકારોના વકીલ રહ્યા છે અને તેમને જામીન મેળવવામાં ઘણી મદદ કરી હતી. જ્યારે જોધપુર પોલીસે તેમની ધરપકડ કરી ત્યારે ધનખડ પહેલા વકીલ હતા જેમણે તેમનો કેસ લડ્યો. આ કલાકારો પર સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ ના શૂટિંગ દરમિયાન કાળિયાર શિકારનો આરોપ હતો, જેના પરિણામો આજે પણ સલમાન ખાનને ભોગવવા પડે છે.

1998 માં જગદીપ ધનખરના સહાયક રહેલા પ્રવીણ બલવાડાએ ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા જણાવ્યું હતું કે 1998 માં જ્યારે જોધપુર પોલીસે સલમાન ખાનની ધરપકડ કરી હતી, ત્યારે ધનખર તેમના અને અન્ય કલાકારો વતી દલીલ કરનારા અને તેમને જામીન અપાવનારા પહેલા વકીલ હતા.

ધનખરે સલમાન ખાનના કેસ પર વાત કરી હતી

જગદીપ ધનખરે સલમાન ખાનના કાળિયાર હરણ કેસ વિશે પણ વાત કરી છે. રેડિફ ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું આ કલાકારો ખરેખર અન્ય સહ-કલાકારો સાથે શિકાર કરવા ગયા હતા, જેનો ધનખરે સીધો જવાબ આપ્યો અને વરિષ્ઠ વકીલે તેની તપાસ પર પ્રશ્નો ઉઠાવ્યા. ધનખરે દલીલ કરી હતી કે જ્યારે સલમાન ખાનની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેઓ સંપૂર્ણ સહયોગ કરી રહ્યા હતા. તેથી તેમને જામીન મળવા જોઈતા હતા. એટલું જ નહીં જગદીપે ગ્રામજનોના નિવેદનો પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરા સાથે રોમાન્સ કરી રહ્યો હતો અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્નાને જાણ થતાં જ અધવચ્ચે ફિલ્મ છોડવી પડી

ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે જો ગ્રામજનોએ દાવો કર્યો હતો કે તેમણે કલાકારોને પ્રાણીને મારતા જોયા છે, તો પછી તે સમયે તેમનો પીછો કેમ ન કર્યો? જોકે તે સમયે ધનખરે આ કેસ લડ્યો હોવા છતાં તે પછી બીજા તબક્કામાં આ કેસમાંથી અલગ થઈ ગયા. નેટ પર રેડિફ સાથે વાત કરતા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિએ આ કેસમાં તેમની સંડોવણીની પુષ્ટિ કરી. પછી 20 વર્ષ પછી જ્યારે કેસ નિર્ણાયક વળાંક લે છે ત્યારે તેમની સંડોવણી ફરીથી જોવા મળી.

નોંધનીય છે કે સલમાન ખાનને પાછળથી 5 એપ્રિલ, 2018 ના રોજ કાળિયાર શિકાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ પછી તેને જોધપુર સેન્ટ્રલ જેલમાં બે રાત પણ વિતાવવા પડી હતી. જોકે પાછળથી 7 એપ્રિલ, 2018 ના રોજ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ રવિન્દ્ર કુમાર જોશીએ સલમાન ખાનને 50,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા હતા. આ સમય દરમિયાન 25 હજાર રૂપિયાના બે ગેરંટર્સ પણ જોડવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન ધનખરે ‘ભાઈજાન’ને જામીન મેળવવામાં મદદ કરી હતી. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે સલમાન ખાન એક લોકપ્રિય વ્યક્તિત્વ છે અને જેલમાં રહેવાથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની આજીવિકા પર અસર પડી શકે છે. એટલું જ નહીં તેમણે પુરાવાઓની વિશ્વસનીયતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો, ત્યારબાદ 50 હજારની જામીનગીરી અને 25 હજારના બે વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ