Google girl Anjali Arora: અંજલિ અરોરા 'કચ્ચા બદામ ગીત'થી બની લોકપ્રિય, હવે ગુગલ સર્ચ 2022 ટોપ 10 યાદીમાં છઠ્ઠા ક્રમે

Anjali Arora: અંજલિ અરોરા મોડલ વીડિયો ડાન્સર ગૂગલ મોસ્ટ સર્ચ પીપલ 2022 (Google Most Searched People 2022) ટોપ 10 યાદીમાં છઠ્ઠા ક્રમે આવી છે. રાતોરાત સ્ટાર બની ચમકનાર અંજલિ અરોરાનું (Anjali Arora) નામ સામેલ છે.

Anjali Arora: અંજલિ અરોરા મોડલ વીડિયો ડાન્સર ગૂગલ મોસ્ટ સર્ચ પીપલ 2022 (Google Most Searched People 2022) ટોપ 10 યાદીમાં છઠ્ઠા ક્રમે આવી છે. રાતોરાત સ્ટાર બની ચમકનાર અંજલિ અરોરાનું (Anjali Arora) નામ સામેલ છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

અંજલિ અરોરા સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે.

Google Most Searched People 2022 અંજલિ અરોરા : ગૂગલ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતું સર્ચ એન્જિન છે. દર વર્ષે ગૂગલ તેના સર્ચ રિઝલ્ટ્સનો એક રિપોર્ટ જાહેર કરે છે. 2022 વર્ષનો જે રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં એવી વ્યક્તિનું અંજલિ અરોરાનું નામ સામેલ છે જે રાતોરાત સ્ટાર બની ગઇ હતી. તમને જણાવી દઇએ કે ગુગલે જે રિપોર્ટ જાહેર કર્યો છે એમાં 'કચ્ચા બદામ ગીત' (kacha badama song)પર ડાન્સ કરીને ઘરે ઘરે પ્રચલિત થનારી અંજલિ અરોરાનું (Anjali arora) નામ સામેલ છે. રિપોર્ટસ અનુસાર, અંજલિ અરોરા ટોપ 10માંથી છઠ્ઠા ક્રમાંક પર છે.

Advertisment

અંજલિ અરોરા રાતો રાત બની ઇન્ટરનેટ સેંસેશન

અંજલિ અરોરા રાતો રાત ઇન્ટરનેટ સેંસેશન બની ગઇ હતી. અંજલિ અરોરાની ફેશન સેન્સ ખુબ જ કુલ અને અલગ છે. પરંતુ તેમના ફેન્સને એમનો એ અંદાજ ઘણો પસંદ આવે છે. જેના કારણે ગૂગલ પર સૌથી વધુ વખત સર્ચ કરનાર સેલિબ્રિટીમાં અંજલિ અરોરાનું નામ સામેલ છે. ગુગલે જાહેર કરેલા રિપોર્ટમાં બિગ બોસ 16નો હિસ્સો બનેલા અબ્દૂ રોજિક અને સુષ્મિતા સેનનું નામ પણ સામેલ છે.

https://www.instagram.com/p/CmHV5xCI-qx/?hl=en

અંજલિ અરોરા કોણ છે?

અંજલિ અરોરા મોડેલ, ઇન્સ્ટાગ્રામ ઇન્ફલુએન્સર તેમજ યૂટ્યૂબર છે. અંજલિ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. તેમજ તેના ચાહકો માટે તેની તસવીરો અને રીલ્સ અવાર નવાર શેયર કરતી હોય છે. જે તેના ફેન્સને ખુબ પસંદ આવે છે. જેને પગલે આજે અંજલિ અરોરા ઇન્સ્ટાગ્રામ પર 12 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. તેમજ અંજલિ અરોરાની યૂટ્યૂબ પર દોઢ લાખથી વધુ સબસ્ક્રાઇબર છે. આ પરથી પૂરવાર થાય છે કે અંજલિ અરોરા આજે કોઇ પહેચાનની મોહતાજ નથી.

અંજલિ અરોરાનું અંગત જીવન

અંજલિ અરોરાનો જન્મ 3 નવેમ્બર 1999માં શીખ પરિવારમાં થયો હતો. તે તેના પરિવાર સાથે દિલ્હી ખાતે નિવાસ કરે છે. અંજલિના પિતાનું નામ અશ્વિની અરોરા અને માતાનું નામ શેલી અરોરા છે. અંજલિનો ભાઇ વંશ અરોરા બિઝનેમેન છે.

Advertisment
https://www.instagram.com/p/Cl-cw3ppTEx/?hl=en

અંજલિ અરોરાની લવ લાઇફ

અંજલિ અરોરાની લવ લાઇફ અંગે વાત કરીએ તો તે ડિજિટલ ક્રિએટર આકાશ સનસનવાલ સાથે રિલેશનશીપમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અંજલિ અને રવિન્દર સિંહ સાથેનું ટેમ્પરરી પ્યાર વીડિયો ગીત ખૂબ પ્રચલિત થયું અને 350 મિલિયન કરતાં વધુ વ્યૂઅર યૂ ટ્યૂબ પર મળ્યા.

જુઓ વેબસ્ટોરી: અંજલિ અરોરા બની ગૂગલ ગર્લ

અંજલિ આટલા કરોડની માલિક

અંજલિ અરોરા કરોડોની સંપત્તિની માલિક છે. જે તેણે મહેનતના દમ પર એકઠી કરી છે. અંજલિ સોશિયલ મીડિયા પર એક પોસ્ટની તગડી રકમ વસૂલે છે. ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટ માટે અંજલિ 50 હજારથી 1 લાખ જેટલો ચાર્જ કરે છે. આ સાથે અંજલિ દરેક શો માટે દર સપ્તાહ ત્રણથી ચાર લાખ રૂપિયાનો ચાર્જ કરે છે.

અંજલિ અરોરા celebrities Express Exclusive