scorecardresearch

ગોવિંદાનું ફિલ્મી કરિયર ખત્તમ થવા અંગે ફિલ્મ મેલા એક્ટર ટીનૂ વર્માનો ખુલાસો, આ સ્થિતિ માટે ખુદ જિમ્મેદાર, જાણો કેમ

Tinu varma On Govinda Career: મીડિયા અહેવાલ અનુસાર, અભિનેતા ગોવિંદા (Govinda) ના ફિલ્મી કરિયર ખતમ બાબત પર ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટર ટીનૂ વર્માએ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી છે.

govinda movie news
ગોવિંદાનું ફિલ્મી કરિયર ખત્તમ થવા અંગે મેલા એક્ટર ટીનૂ વર્માએ કર્યો ખુલાસો

Govinda Movies: વાત ગોવિંદાની થઈ રહી છે. 90ના દાયકામાં ત્રણ ખાનને બૉક્સ ઑફિસ પર જો કોઈએ ટક્કર આપી હોય તો તે ગોવિંદા હતા.ભલે ગોવિંદા આજે વિસ્મૃતિના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ એક સમય એવો હતો કે એક વર્ષમાં ગોવિંદાની 7-8 ફિલ્મો રિલીઝ થતી હતી અને પૈસા પણ કમાતી હતી. તેમનું ગજબનું કૉમિક ટાઇમિંગ, ડાયલૉગ અને પંચ લાઇન જે તેમના માટે જ લખવામાં આવતી હતી. તેમના રંગબેરંગી કપડાં, કમાલનો ડાન્સ આ બધું બૉક્સ ઑફિસ પર આગ લગાવવા માટે પૂરતું હતું. તેમનું કૉમિક ટાઇમિંગ એવું હતું કે જ્યારે વર્ષ 1998માં ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ આવી તો ઘણાં લોકોને એવું લાગ્યું કે તેમણે અમિતાભ બચ્ચનને પણ પછાડી દીધા છે. આટલું સ્ટારડમ મેળવનાર અભિનેતા આજે ક્યાં છે? કેમ આજે અભિનેતાને કોઇ ફિલ્મમાં કામ મળતું નથી? આ વિશે ફિલ્મ મેલામાં ગુજ્જરનો રોલ નિભાવનાર એક્ટર ટીનૂ વર્માએ ખુલાસો કર્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર, અભિનેતા ગોવિંદાના ફિલ્મી કરિયર ખતમ બાબત પર ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટર ટીનૂ વર્માએ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી છે. આ પરિસ્થિતિ માટે અભિનેતા ગોવિંદ ખુદ જવાબદાર છે. તેઓ કહે છે કે, ગોવિંદા ક્યારેય સમયને પાબંદ ન હતા. લોકો પૈર પર કુલ્હાડી મારે છે પણ તેમને તો તેની ગર્દન પર ખુદ કુલ્હાડી મારી દીધી છે.

ટીનૂ વર્માએ ફિલ્મ ‘અચાનક’નો એક કિસ્સો શેર કરતા જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં એક્ટ્રેસ મનીષા કોઇરાલા અને ગોવિંદા લીડ રોલમાં હતા. બંનેનો સીન શૂટ થઇ રહ્યો હતો. પરંતુ તે એક્ટરના કારણે પૂરો ના થઇ શક્યો હતો. જેને પગલે તે ફિલ્મના ડાયરેક્ટર ગોવિંદાના આ પ્રકારના વર્તનથી ત્રાસી ગયા હતા. આ પછી ગોવિંદાએ કહ્યુ કે, હું હવે ટાઇમ પર આવીશ. ત્યારે તેને 11 વાગ્યાનો ટાઇમ આપ્યો હતો. પરંતુ તે બીજા દિવસે પણ સમય પર ન આવ્યા. સાંજના 4 વાગ્યા સુધી ક્રૂ ગોવિંદાની રાહ જોતા રહ્યા. બીજી બાજુ ટીનુ પણ થાકીને મરીન ડ્રાઇવ પર ભોજન માટે ચાલી ગઇ.

આ દરમિયાન તેણે કોલેજમાં ભીડ જોઇ તો તેઓ અંદર ગયા જ્યાં ગોવિંદા પર્ફોમ કરી રહ્યો હતો. આવી પરિસ્થિતિમાં જ્યારે ગોવિંદાની નજર ટીનૂ પર પડી તો તે તુરંતજ ત્યાંથી છુપાઇને નીકળી ગયો. વધુમાં એક્ટર ટીનૂ વર્માએ જણાવ્યું કે, ગોવિંદા અદ્ભુત એક્ટર અને ડાંસર છે. એક સમય હતો જ્યારે લોકો તેમને તેની ફિલ્મમાં લેવા માટે ઉત્સુક હતા, અને હવે એવો સમય છે જ્યારે લોકો તેમને કામ આપવા માંગતા નથી. કારણ કે તેઓએ સમયની કિંમત કરી નથી અને પોતે જ પોતાનું કરિયર ખતમ કરી દીધું છે. આ સાથે ટીનૂ વર્માએ કહ્યું કે, ગોવિંદા દિવસમાં ત્રણ શૂટ કરતા હતા, પણ તેમાંથી તેઓ માંડ બમાં જ પહોંચી શકતા હતા.

જ્યારે ગોવિંદાએ તેમના ફિલ્મી કરિયરના ખતમ થવા અંગે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં તેના સારા લુક્સ ડાન્સ અને એક્ટિંગથી જલતા હતા. જેને પગલે તેઓને ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કરી દેવામાં આવ્યાં છે.

ગોવિંદા ના તો આમિર ખાનની જેમ ચોકલેટી હીરો હતા, ના સલમાન જેવી બૉડી હતી, ના તો શાહરુખ જેવી રોમેન્ટિક ઇમેજ અને ના તો અક્ષય કુમાર જેવી એક્શન.આમ છતાં ગોવિંદાની પોતાની અલગ સ્ટાઇલ હતી અથવા તો એવું કહો કે ત્યારે તેમનો સમય સારો હતો. તેમનું કૉમિક ટાઇમિંગ એવું હતું કે જ્યારે વર્ષ 1998માં ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ આવી તો ઘણાં લોકોને એવું લાગ્યું કે તેમણે અમિતાભ બચ્ચનને પણ પછાડી દીધા છે.

80ના દાયકામાં તેમને એલવિન નામની એક કંપનીની જાહેરાત મળી ત્યારબાદ ‘તન-બદન’ ફિલ્મમાં અભિનેતા બનવાની તક મળી. તેમની સામે અભિનેત્રી હતી દક્ષિણની ખૂશ્બુ. ફિલ્મ ‘લવ 86’થી તેમને સફળતા મળવાનું શરૂ થયું અને 90નો દાયકો આવતા-આવતા તેઓ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા હતા.

ગોવિંદ પોતાના ડાયલૉગ માટે પણ જાણીતા હતા- ‘દુનિયા મેરા ઘર હૈ, બસ સ્ટેન્ડ મેરા અડ્ડા, જબ મન કરે આ જાના, રાજૂ મેરા નામ હૈ ઔર પ્યાર સે મુજે બુલાતે હૈ કુલી નંબર વન.’

‘હીરો નંબર વન’, ‘હસીના માન જાયેંગી’, ‘દિવાના મસ્તાના’, ‘કુલી નંબર વન’, ‘સાજન ચલે સસુરાલ’, ‘હદ કરદી આપને’, ‘શોલા ઔર શબનમ’ આ બધી 90ના દાયકાની હિટ ફિલ્મો હતી.

વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો ગોવિંદાએ કારકિર્દીની શરૂઆતમાં જ સુનિતા સાથે લવ મેરેજ કરી લીધા હતા. પરંતુ એક વર્ષ સુધી તેમણે લગ્ન છુપાવી રાખ્યા કારણ કે તેમને લાગતું હતું કે તેમની લોકપ્રિયતા પર અસર પડી શકે છે. પરંતુ એવું કંઈ ના થયું. શૂટિંગના સેટ પર પોતાની મોડા પડવાની આદત માટે પણ ગોવિંદા જાણીતા હતા જેને લીધે નિર્દેશકોએ કલાકો સુધી રાહ જોવી પડતી હતી.

આ પણ વાંચો: ક્રિષન પરેરાએ જેલના સ્ટ્રગલના દિવસો કર્યા યાદ, ડિટર્જન્ટથી હાથ અને ટોયલેટ વોટરથી બનાવી કોફી, મારી આંખોમાં આંસુ આવી જતા કે…

‘પાન સિંહ તોમર’ બનાવનાર તિગ્માંશુ ધુલિયા ફિલ્મના શૂટિંગ માટે લંડન પહોંચ્યા હતા. તેમની સાથે મુલાકાત થઈ તો તેમણે જણાવ્યું કે તેઓ ગોવિંદાના મોટા ફેન છે. ગોવિંદા એકમાત્ર સ્ટાર છે જેમની સાથે કામ કરવા માટે તે તેમની આગળપાછળ ફર્યા હતા.

Web Title: Govinda film career over reason actor tinu varma movies news

Best of Express