Gucci Cruise 2024: આલિયા ભટ્ટ ખાલી બેગ લઈને ટ્રોલ થઈ, અભિનેત્રીએ કહ્યું…ખાલી બેગનું સાચું સત્ય

Gucci Cruise Alia Bhatt: ગુચી ક્રૂઝ 2024 (Gucci Cruise 2024) શોમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) એક ટ્રાન્સપેરેંટ બેગ લઈને પહોંચી હતી. જે સંપૂર્ણપણે ખાલી હતી. જેને પગલે આલિયાને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો.

Written by mansi bhuva
May 18, 2023 08:42 IST
Gucci Cruise 2024: આલિયા ભટ્ટ ખાલી બેગ લઈને ટ્રોલ થઈ, અભિનેત્રીએ કહ્યું…ખાલી બેગનું સાચું સત્ય
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફાઇલ તસવીર

Gucci Cruise Alia Bhatt: બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી આલિયા ભટ્ટે ટુંક સમયમાં પોતના દમદાર એક્ટિંગથી પોતાની ઓળખ ઉભી કરી છે. આલિયા ભટ્ટ આજે દિગ્ગજ અભિનેત્રીમાં સ્થાન ધરાવે છે. આલિયા ભટ્ટે ખૂબ જ ઓછા સમયમાં સફળતાના શિખરોને સ્પર્શ કર્યો છે. ભારતના ખૂણે ખૂણે પોતાની ઓળખ બનાવ્યા બાદ હવે આલિયા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની છાપ છોડી રહી છે. અભિનેત્રીએ આ મહિનાની શરૂઆતમાં મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું હતું. આલિયા ભટ્ટને ગુચીના ગ્લોબલ હાઉસ એમ્બેસેડર બનવાનો અવસર મળ્યો છે. આ સાથે આલિયા ગુચીની બ્રાન્ડ એમ્બેસેડર બનનાર પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. આ પણ તેની એક પ્રસિદ્ધી છે.

હાલમાં જ આલિયા ગુચીની ઈવેન્ટમાં હાજરી આપવા માટે સાઉથ કોરિયાના સિઓલ ગઈ હતી. સિઓલ દક્ષિણ કોરિયાની રાજધાની છે. આલિયાએ તેની ટ્રિપને ખૂબ એન્જોય કરી હતી. ગુચી ક્રૂઝ 2024 શોમાં આલિયા ભટ્ટ એક ટ્રાન્સપેરેંટ બેગ લઈને પહોંચી હતી. જે સંપૂર્ણપણે ખાલી હતી. જેને પગલે આલિયાને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો.

આલિયા ભટ્ટે હવે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કેપ્શનમાં જણાવ્યું કે, તેની બેગ ખરેખર ખાલી હતી. આ પહેલા આલિયાના ગુચી ક્રૂઝ 2024ના કેટલાક ફોટા સામે આવ્યા હતા, જે પછી નેટીઝન્સે તેને તેની બેગ માટે ટ્રોલ કરી હતી. કોઈએ એક્ટ્રેસને બેગમાં કેટલીક વસ્તુઓ રાખવાની સલાહ આપી તો કોઈએ કહ્યું કે, જો બેગ ખાલી રાખવાની હોય તો તેનો શું ફાયદો. તમને જણાવી દઈએ કે ઈવેન્ટમાં આલિયાએ ગુચીની જેકી 1961ની ટ્રાન્સપરન્ટ બેગ કેરી કરી હતી.

આ પણ વાંચો: કંગના રનૌતનું હિન્દુત્વ મુદ્દે બોલવાને કારણે 30-40 કરોડનું નુકસાન, અભિનેત્રીએ કહ્યું…

આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મ 28 જુલાઈના રોજ મોટા પડદા પર આવશે. આલિયા પણ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ