Criminal Justice season 4 Review: ક્રિમિનલ જસ્ટિસ સીઝન 4નો ચોથો એપિસોડ રિલીઝ થઈ ગયો છે. પંકજ ત્રિપાઠી આ સિરીઝમાં વકીલ માધવ મિશ્રા તરીકે પાછા ફર્યા છે. આ સિરઝમાં તેમણે પોતાની કંપની – માધવ મિશ્રા એન્ડ એસોસિએશન શરૂ કરી છે. આ વખતે તે એક મહિલાની હત્યાના કેસને ઉકેલતા જોવા મળે છે. રોશની (આશા નેગી), એક નર્સ જેનું સર્જન ડૉ. રાજ નાગપાલ (મોહમ્મદ ઝીશાન અયુબ) સાથે અફેર છે, તેની હત્યા થઈ જાય છે. નાગપાલ અને તેની પત્ની અંજુ (સુરવીન ચાવલા) ની ધરપકડ કરવામાં આવે છે. ત્યારબાદ જે નાટક થાય છે તેની કહાનીનો સાર છે.
ત્રણેય એપિસોડને સકારાત્મક પ્રતિસાદ મળ્યો
ત્રણેય એપિસોડને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. લોકો કહાનીની પ્રશંસા કરી રહ્યા છે. યુઝર્સ પંકજ ત્રિપાઠીના અભિનયની પણ પ્રશંસા કરી રહ્યા છે. લેખકો હરમન વડાલા, સંદીપ જૈન અને સમીર મિશ્રાએ એક મનોરંજક સિરીઝ બનાવી છે. મુખ્ય ભૂમિકાના મજબૂત અભિનયથી વાર્તા ખૂબ સારી બની છે. દર્શકો આ સિરીઝ સાથે ખૂબ જોડાઈ રહ્યા છે. આવામાં ઘણા યુઝર્સ નિરાશ છે કે સિરીઝના ફક્ત ત્રણ એપિસોડ જ કેમ રિલીઝ થયા?
ત્રણ એપિસોડ રિલીઝ થવાથી યુઝર્સ નિરાશ
‘ક્રિમિનલ જસ્ટિસ સીઝન 4′ ના ફક્ત ત્રણ એપિસોડ રિલીઝ થવા પર એક યુઝરે લખ્યું,’ક્રિમિનલ જસ્ટિસ સીઝન 4 ના ફક્ત ત્રણ એપિસોડ રિલીઝ થયા. હું ઉત્સાહિત હતો પણ બધા એપિસોડ રિલીઝ થશે ત્યારે તેને જોઈશ.’
બીજા યુઝરે લખ્યું છે, ‘માત્ર 3 એપિસોડ? આ પરેશાન કરનારૂં છે. દર વખતની જેમ આ વખતે પણ પંકજ ત્રિપાઠી ભૂમિકામાં પરફેક્ટ છે. ઉત્સાહ વધી રહ્યો છે.’
એક યુઝરે લખ્યું છે, ‘તમે લોકો કેમ ઇચ્છો છો કે તમારા પ્લેટફોર્મ પર સબ્સ્ક્રાઇબર્સ ન આવે? તમે કેમ ઇચ્છો છો કે ક્રિમિનલ જસ્ટિસ જેવો શો ફ્લોપ થાય? તમે થોડા એપિસોડ રિલીઝ કરીને પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છો. અત્યાર સુધી તમે આ રીતે જે પણ શો રિલીઝ કર્યો છે તે ફ્લોપ રહ્યો છે.’
બીજા યુઝરે નારાજ થઈને લખ્યું છે, ‘આ હોટસ્ટાર વાળા હપ્તાઓમાં એપિસોડ કેમ રિલીઝ કરે છે?’
‘ક્રિમિનલ જસ્ટિસ સીઝન 4’ ની ટેગલાઇન ‘અ ફેમિલી મેટર’ છે. તેના પહેલા ત્રણ એપિસોડની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. દર્શકોએ શ્રેણીની વાર્તાની પ્રશંસા કરી છે અને પંકજ ત્રિપાઠીના અભિનયની પ્રશંસા કરી છે.