બોલિવૂડનો મોસ્ટ હેન્ડસમ હીરો હ્રિતિક રોશન છેલ્લા કેટલાક સમયથી સિંગર સબા આઝાદ સાથેના તેના સંબંધને કારણે જોરશોરમાં ચર્ચા છે. હ્રતિક રોશને પોતાના નવા પ્રેમને જગજાહેર કરી દીધો છે. હ્રતિક રોશન અને સબા આઝાદ હવે જાહેર ઇવેન્ટમાં ઘણીવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં હ્રતિક અને સબા પણ NMACC ઇવેન્ટમાં ગ્લેમરસ અવતારમાં શાનદાર એન્ટ્રી કરી છવાયા હતા.
આ ઇવેન્ટમાં સબા સુંદર લાલ રંગના ડ્રેસમાં પહોંચી હતી. જ્યારે હ્રતિક રોશન બ્લેક બ્લેઝરમાં તદ્દન હેન્ડસમ લાગી રહ્યો હતો. આ ઇવેન્ટમાં કપલે ફોટોશૂટ કરાવ્યું હતું. આ પછી કપલે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે હવે તેજ ગતિએ વાયરલ થઇ રહી છે. વાયરલ તસવીરોમાં હ્રિતિક રોશન અને સબા આઝાદની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. તેમજ બંને એકબીજાની આંખોમાં આંખો નાંખીને ખોવાઇ ગયેલા જોવા મળે છે. આ કપલની તસવીરોને ફેન્સે પણ ભરપૂર પ્રેમ વરસાવ્યો છે.
હ્રિતિક રોશન અને સબા આઝાદની તસવીરોને 2 લાખથી વધુ લાઇક્સ મળી છે તેમજ એક પ્રશંસકે સ્ટાર કપલને એવો સવાલ કર્યો કે હવે તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો?
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં હ્રિતિક રોશન અને સબા આઝાદના લગ્નના સમાચારાઓ જોર પકડ્યું હતું. ત્યારે હ્રિતિક-સબાના લગ્નની તારીખ 23 નવેમ્બર 2023 હોવાની માહિતી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેને લઇને અભિનેતાના પિતા અને ફિલ્મ દિગ્દર્શક રાકેશ રોશને કહ્યું હતું કે, તેઓ આ અંગે કંઇ જાણતા નથી. આવા સંજોગોમાં હવે ચાહકો રાહ જોઇ રહ્યા છે કે, હવે આ કપલ ક્યારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે ભવોભવ માટે એકબીજા થશે.