scorecardresearch

મલયાલમ એક્ટર સાથે કામ કરવું એ અભિનય શાળામાં જવા જેવું, તેમની પાસે એક ધાર છે: સામંથા રૂથ પ્રભુ

Samantha Ruth Prabhu News: હકીકતમાં કોચીમાં ફિલ્મ શાકુંતલમની એક પ્રેસ મીટમાં, સામંથાને પૂછવામાં આવ્યું હતું કે, શું મલયાલમ ફિલ્મ ઉદ્યોગના કલાકારોના અભિનય શૈલીમાં કોઈ તફાવત છે?

samantha ruth prabhu photo news
સાઉથ સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુનું મોટું નિવેદન

સાઉથ સુપરસ્ટારમાંથી એક સામંથા રૂથ પ્રભુ હાલ તેની આગામી ફિલ્મ ‘શાંકુતલમ’ના કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં સામંથા શકુંતલાના કિરદારમાં નજર આવશે. તેમજ દુષ્યંતના રોલમાં એક્ટર દેવ મોહન જોવા જોવા મળી રહ્યો છે.

સામંથા રૂથ પ્રભુનું તાજેતરમાં મલયામલ એક્ટરો સાથે કામ કરવાને લઇને નિવેદન સામે આવ્યું છે. સામંથા રૂથ પ્રભુએ તેના નિવેદનમાં કહ્યું કે, મલયાલમ એક્ટરો પાસે ટેમ્પલેટમાંથી મુક્ત થવાની અને પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરવાની અદ્ભુત ક્ષમતા છે. સામંથાએ મલયાલમ ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારો સાથે કામ કર્યું છે, જેમાં ફહદ ફાસીલ, ઉન્ની મુકુંદન અને તેના શાકુંતલમના સહ કલાકાર દેવ મોહનનો સમાવેશ થાય છે.

હકીકતમાં કોચીમાં ફિલ્મ શાકુંતલમની એક પ્રેસ મીટમાં, સામંથાને પૂછવામાં આવ્યું હતું કે, શું મલયાલમ ફિલ્મ ઉદ્યોગના કલાકારોના અભિનય શૈલીમાં કોઈ તફાવત છે? આ સવાલનો જવાબ આપતા સામંથાએ કહ્યું હતું કે, તેમાંના મોટા ભાગના અભિનયમાં બઢત ધરાવે છે અને તેણે કટાક્ષ કર્યો કે, તે ઉદ્યોગમાં આવી વિપુલ પ્રતિભા ધરાવવાની કલ્પના કરે છે.

વધુમાં સામંથા રૂથ પ્રભુએ જણાવ્યું હતું કે, જ્યારે હું કોઇ મલયાલમ એક્ટર સાથે કામ કરું છું, ત્યારે અભિનય શાળામાં જવા જેવી અનુભૂતિ થાય છે. મોટાભાગના મલયાલમ અભિનેતાઓ અભિનયમાં તે ધાર ધરાવે છે. તે ખૂબ જ પ્રેરણાદાયક છે અને હું તેમને આ રીતે જોઉં છું. માત્ર અભિનેતાઓ નહીં, અભિનેત્રીઓ પણ, તેમાંના દરેક એક. તે ખૂબ નસીબદાર અને ખૂબ જ ખરાબ છે કે તેમની પાસે આ પ્રકારની પ્રતિભા છે.

આ પણ વાંચો: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને ટેક્સના કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી કોઈ રાહત નહીં

સામંથા રૂથ પ્રભુના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો સામંથા રૂથ પ્રભુ રાજ અને ડીકે દ્વારા નિર્દેશિત એમેઝોન પ્રાઇમ વિડિયો સિરીઝ ‘સિટાડેલ’ ઇન્ડિયામાં જોવા મળશે. આ સાથે તે વિજય દેવરકોંડા સાથે આગામી પ્રોજેક્ટમાં જોવા મળશે.

Web Title: South superstar samantha ruth prabhu malyalam actor statement latest news

Best of Express