હ્રતિક રોશન અને સબા આઝાદ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાશે? મિત્રએ આપ્યો આવો જવાબ

Hrithik Roshan and saba azad wedding: હૃતિક તથા સબાના (Hrithik Roshan and saba azad ) કોમન ફ્રેન્ડ્સે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બંને હાલમાં ઘણાં જ ખુશ છે અને લાઇફને એન્જોય કરી રહ્યા છે. બંનેના પરિવારને આ સંબંધ મંજૂર છે.

Hrithik Roshan and saba azad wedding: હૃતિક તથા સબાના (Hrithik Roshan and saba azad ) કોમન ફ્રેન્ડ્સે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બંને હાલમાં ઘણાં જ ખુશ છે અને લાઇફને એન્જોય કરી રહ્યા છે. બંનેના પરિવારને આ સંબંધ મંજૂર છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

હ્રતિક રોશન તેનાથી 16 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન

બોલિવૂડનો મોસ્ટ હેન્ડસમ એક્ટર હ્રતિક રોશને ગઇકાલે તેનો 49મો બર્થડે ધામધૂમથી પરિવાર અને ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે સેલિબ્રેટ કર્યો છે. ત્યારે હ્રતિક રોશન સંબંધિત મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. સૂત્રો મુજબ હૃતિક રોશન આ વર્ષના અંત સુધીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લગ્ન કરે તેવી સંભાવના છે. હૃતિક પોતાની પર્સનલ લાઈફમાં ઘણો આગળ વધી ગયો છે અને સબાની સાથે લગ્ન કરવાની ચર્ચા છે.

Advertisment

ઉલ્લેખનીય છે કે, આ કપલ ઘણીવાર એકબીજાનો હાથમાં પકડી ફરતા તેમજ એકબીજાને ડેટ કરતા સ્પોટ થયા છે. રિપોર્ટ્સના અનુસાર, લગ્નના પ્લાનિંગ અંગે મિત્રે કહ્યું હતું કે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, પરંતુ કોઈ ઉતાવળ નથી. આ વર્ષના અંત સુધીમાં બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. અત્યારે હૃતિક તથા સબા બંને પ્રોફેશનલી કમિટેડ છે. બંનેએ વિચાર્યું છે કે લગ્ન બાદ બંને સાથે વધુ સમય એકબીજા સાથે રહે. વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા બાદ બંને લગ્ન કરશે અને પછી લાંબા વેકેશન પર જશે. હૃતિક પ્રેમિકા સબા કરતાં 16 વર્ષ મોટો છે.

હૃતિક તથા સબાના કોમન ફ્રેન્ડ્સે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બંને હાલમાં ઘણાં જ ખુશ છે અને લાઇફને એન્જોય કરી રહ્યા છે. બંનેના પરિવારને આ સંબંધ મંજૂર છે. હૃતિકના બંને બાળકોને પિતાના આ સંબંધથી કોઇ આપત્તિ નથી. હૃતિક બંને દીકરાઓ તથા સબા સાથે વેકેશન પર પણ ગયો છે.

https://www.instagram.com/p/CfS6ulQFkKN/?hl=en

મળતી માહિતી અનુસાર, હૃતિક પોતાના બીજા લગ્ન ધામધૂમથી કરશે નહીં. તે એકદમ સાદગીથી લગ્ન કરશે. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો ને નિકટના મિત્રો જ હાજર હશે. ડિવોર્સ બાદ પણ સુઝાન સાથે હૃતિકના સારા સંબંધો છે એટલે સુઝાન પોતાના પ્રેમી અર્સલાન ગોની સાથે હાજર રહેશે. આ લગ્નમાં હૃતિકની પહેલી પત્ની સુઝેન હાજરી આપી શકે છે. હૃતિક અને સુઝેન અલગ થઈ ગયા હોવા છતાં, સુઝેન હજી પણ હૃતિકના પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2023 હૃતિક માટે કામની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ છે. તેની ફિલ્મ ફાઈટર આ વર્ષે રિલીઝ થશે, જેને લઈને તે 2022થી ચર્ચામાં છે. આમાં તે દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે અને આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ હશે.

Advertisment

આ પણ વાંચો: રશ્મિકા મંદાનાનું ‘પુષ્પા 2’માં પત્તુ કપાયું? અભિનેત્રીએ આ અફવા પર લગાવ્યું પૂર્ણવિરામ

હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા. આ જ વર્ષે હૃતિકે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયાં હતાં. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે.

celebrities મનોરંજન ન્યૂઝ