બોલીવુડનો મોસ્ટ હેન્ડસમ હ્રિતિક રોશન આજે (10 જાન્યુઆરી) ના રોજ પરિવાર સાથે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. હ્રિતિક રોશને 6 વર્ષની ઉંમરથી જ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી દીધી હતી. તેણે શ્રીદેવી અને સુપરસ્ટાર રજનીકાંતના દિકરાનું પાત્ર ભજવ્યું હતું. આજે હ્રિતિક રોશને પોતાની એક્ટિંગ-ડાંસિગના દમ પર બોલીવુડમાં પોતાનું એક વર્ચસ્વ સ્થાપ્યું છે.
હ્રિતિક રોશનનો જન્મ 10 જાન્યુઆરી 1774ના રોજ થયો હતો અને ખૂબ ઓછા લોકો જાણે છે કે હ્રિતિક રોશનનું સાચું નામ હ્રિતિક રાકેશ નાગરથ છે. રાકેશ તેના પપ્પા અને નાગરથ તેના દાદાનું નામ છે. હ્રિતિક રોશનનો સંબંધ સંગીત પરિવાર સાથે છે અને તેને સંગીતનું જ્ઞાન જન્મથી જ છે. એટલા માટે ‘જિંદગી ના મિલેગી દુબારા’ અને ‘ગુજારિશ’ જેવી ફિલ્મોમાં તેણે ગીત ગાયું હતું.
હ્રિતિક રોશને પોતાની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ બાદ પોતાના ફર્સ્ટ લવ સુજેન સાથે વર્ષ 2000માં લગ્ન કર્યા હતા, પરંતુ કેટલાક મતભેદો બાદ બંન્નેનું 14 વર્ષનું લગ્નજીવન પૂર્ણ થઈ ગયું અને વર્ષ 2014 માં બંન્નેના છુટ્ટાછેડા થઈ ગયા. આ બંન્નેના બે દિકરા છે. મોટા દિકરાનું નામ રેહાન છે અને નાના દિકરાનું નામ રિદાન છે.
આ બંન્નેએ ભલે પોતાના સંબંધોને 2014માં પૂરા કરી દીધા હોય. પરંતુ બંન્ને પોતાના બાળકો માટે હંમેશા સમય કાઢે છે અને સાથે સમય વિતાવતા પણ જોવા મળે છે.
આ પણ વાંચો: ‘શાકુંતલમ’નું ટ્રેલર થયું રિલીઝ, સામંથા અને એક્ટર દેવ મોહન જોવા મળ્યા આ અંદાજમાં
એક સમયે હ્રિતિક રોશન ચેઈન સ્મોકર હતો. પરંતુ તેણે એક પુસ્તક વાંચ્યું જેનું નામ હતું ‘ઈઝી વે ટૂ સ્ટોપ સ્મોકિંગ’. આ પુસ્તકને વાંચ્યા બાદ હ્રિતિક રોશને પોતાની સિગરેટની લતને છોડી દીધી હતી.
‘મોસ્ટ હેન્ડસમ મેન ઈન ધ વર્લ્ડ’ નો ખિતાબ મેળવેલ અભિનેતા કે જેના માટે એક સમયે 30,000 છોકરીઓના માગા આવ્યા હતાં તે અંગે ખૂદ અભિનેતાએ ખુલાસો કર્યો હતો.
હાલ હ્રિતિક રોશનનું નામ રૂમર્ડ ગર્લ સબા આઝાદ સાથે કેટલાક સમયથી ચર્ચિત છે. બંને એકબીજાને ડેટ કરતા પણ જોવા મળ્યા છે. જો કે તેમના સંબંધ અંગે હજુ બંનેમાંથી કોઇએ સત્તાવાર જાહેરાત કરી નથી.