બોલિવૂડનો મોસ્ટ હેન્ડસેમ પર્સન હ્રિતિક રોશન અવારનવાર એકટ્રેસ સબા આઝાદ સાથેના તેના અફેર્સને કારણે જોરશોરમાં ચર્ચામાં રહે છે. બંને ઘણીવાર એકબીજાનો હાથ પકડતા, આલિંગન કરતા સ્પોટ થયા છે. તેઓ લાંબા સમયખી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, હજુ સુધી બંનેમાંથી કોઇએ તેમના સંબંધો પર સત્તાવાર મુહર લગાવી નથી કે જગજાહેર કર્યા નથી.
ઘણી વખત આ લવબર્ડસના એવા ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા જોવા મળ્યા છે, જે સાબિત કરે છે કે, બંને એકબીજાના ગળાડુબ પ્રેમમાં છે. જોકે, હાલમાં જ ફરી એકવાર હૃતિક અને સબાનો એક વીડિયો સામે આવ્યો છે. જેને ચર્ચાને વેગ મળ્યો છે.
હૃિતિક રોશન હાલમાં જ ક્યાંક જવા માટે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જેમાં સબા આઝાદ પણ તેમને વિદાય આપવા એરપોર્ટ પહોંચી હતી. ત્યાંથી નીકળતી વખતે હૃતિકે તેની ગર્લફ્રેન્ડને કિસ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ વીડિયોને ઈન્સ્ટા બોલિવૂડ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, હૃિતિકની કાર એરપોર્ટ પર રોકાયેલી જોવા મળે છે. કારમાં વચ્ચેની સીટ પર હૃતિક અને સબા જોવા મળે છે. તે જ સમયે, એરપોર્ટ માટે રવાના થતા પહેલા, હૃતિકે સબા આઝાદને કીસ કરી હતી.
જોકે, કારનો દરવાજો ખુલ્લો રહી જવાના કારણે બંનેની અંગત પળો પાપારાઝીના કેમેરામાં કેદ થઈ જાય છે. અને વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ જાય છે. અને લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યાં છે.
આ વિડિયો પર કોમેન્ટ કરતા એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, “થોડી ધીરજ રાખો હૃિતિક ભાઈ, ગાડીની પહેલા જ તમે શરૂ થઈ ગયા.” અન્ય એકે ટિપ્પણી કરતા કહ્યું, “બોલિવૂડનો બેશરમ રંગ”
જોકે, હૃતિક અને સબા આઝાદના આ વીડિયો પર આવી ઘણી કોમેન્ટ જોવા મળી રહી છે. બીજી બાજુ, જો આપણે હૃતિકના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, તો તેની છેલ્લી ફિલ્મ વિક્રમ વેધા હતી. જોકે, ત્યારબાદ હૃતિક દીપિકા પાદુકોણ સાથે ફાઈટરમાં જોવા મળશે. આ ફિલ્મ 2024માં જોવા મળી શકે છે.