બોલિવૂડનો મોસ્ટ હેન્ડસમ હીરો હ્રિતિક રોશન અને સબા આઝાદ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાશે તેવા સમચાર પૂરજોશમાં છે. જેને પગલે તેમા ફેન્સમાં પણ ખલબલી મચી ગઇ છે. Bollywoodkinews નામના ઓફિશિયલી ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, હૃતિક અને સબા આ વર્ષે નવેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
મહત્વનું છે કે, ઋત્વિક લાંબા સમયથી સબા સાથે એક હેપી રિલેશનશીપમાં છે અને તેમની બોન્ડિંગ અને કેમિસ્ટ્રી જબરદસ્ત જામી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હૃતિક અને સબાના આ સંબંધને લઈને હૃતિક અને સબાના પરિવાર ખૂબ જ ખુશ છે અને બંનેના પરિવારજનોએ આ સંબંધની પુષ્ટિ કરવા માટે સંમતિ આપી દીધી છે.
આ પણ વાંચો: દીપિકા પાદુકોણએ દેશને આપી ગૌરવપૂર્ણ ક્ષણ, ઓસ્કર 2023માં પ્રેઝન્ટર તરીકે જોવા મળશે
પહેલા હૃતિક અને સબા એકસાથે આવતા શરમાતા હતા, પરંતુ હવે બંને ખુલ્લેઆમ સાથે જોવા મળે છે. બોલિવુડની ઘણી પાર્ટીઓમાં ઋત્વિક સબાની સાથે હાથ પકડીને જોવા મળે છે. સબાનું ફેમીલી સાથે સારું બોન્ડિંગ એ સંકેત છે કે સબા ટૂંક સમયમાં રોશન પરિવારનો ભાગ બની શકે છે.